ભારતીય માનક બ્યુરો એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે મ્ૈંજી એક્ટ ૨૦૧૬ હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
BIS અમદાવાદ દ્વારા માનક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૨૭મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે ક્વોલિટી વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લોઅર પ્રોમેનેડ, સરદાર બ્રિજની નીચે રિવરફ્રન્ટ વેસ્ટ, અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના ૧૦૦૦ થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત યોગ અને ઝુમ્બા સાથે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શ્રી દિનેશ સિંહ કુશવાહ, ધારાસભ્ય, બાપુનગર, અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિકસિત ભારત જ્ર ૨૦૪૭ના વિઝનમાં ભારતીય માનક બ્યુરોના યોગદાન વિશે વાત કરી અને માનક ચિહ્નિત સામાનની ખરીદી પર ભાર મૂક્યો. શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ BIS અમદાવાદ એ પણ બધાને ગુણવત્તાની પ્રતિજ્ઞા લેવડાવી.
આ વોકથોનને શ્રી દિનેશ સિંહ કુશવાહા, ધારાસભ્ય અને શ્રી સુમિત સેંગર નિદેશકઅનેપ્રમુખ, BIS, અમદાવાદ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.