Gujarat

સિક્સલેનના ચાલતા કામ સાથે ધૂળની ડમરી ચડતાં ચાલકોને આંખમાં બળતરાની ફરિયાદો

રાજકોટ શહેરનો વિસ્તાર અને વ્યાપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે ખાસ કરીને ચોમાસાની વિદાય બાદ શહેરભરમાં ગારો કીચડ સુકાયા તેના ઉપર વાહનો ચાલવાથી રજની ડમરીઓ ઉડી રહી છે

આ ઉપરાંત રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર સિકસલેનનું કામ ચાલી રહ્યું હોય ત્યાંની હાલત તો વધુ ખરાબ છે, રાજકોટ ઉપર જાણે રજ કોટિંગ થઈ ગયું હોય તેવું તસ્વીરમાં નજરે જણાય છે. શહેર ઉપર ઉડતી રજના કારણે બહોળી સંખ્યામાં લોકો શરદી, ખાંસી અને ઉધરસના ભરડામાં આવ્યા છે.

આ ઉપરાંત આંખમાં બળતરાની ફરિયાદો પણ વ્યાપક પ્રમાણમાં ઉઠી છે. જો કે આ સ્થિતિનું એકમાત્ર નિવારણ તકેદારી છે. ગોંડલ જેતપુર સિક્સલેનની કામગીરી ચાલી રહી છે ત્યારે રાજકોટના આકાશ પર પણ જાણે ધૂળનું કોટિંગ સર્જાયું હોય તેવો માહોલ બન્યો છે.