Gujarat

રાપરની સહકારી મંડળીમાં ફરી ખાતરની અછતથી ખેડૂતો હલાકીમાં મુકાયા, હોબાળો થતા ખાતર વિતરણ અટકયું

વાગડના મુખ્ય મથક રાપર સ્થિત વાગડ વિવિધ સહકારી મંડળી ખાતે આજે ફરી એક વખત ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન બન્યા છે.

તાલુકામાં કુલ 18 સહકારી મંડળી મારફતે ખાતર વિતરણ થાય છે અને ત્યારબાદ બાકી રહેતા ખેડૂતો રાપર સહકારી મંડળી ખાતેથી ખાતર મેકવવા આવે છે, પરંતુ અહીં અપૂરતો જથ્થો મળતો હોવાથી હવે ખાતર વિહોણા ખેડૂતો પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે.

આજે પણ ડીએપી ખાતર મેળવવા ખેડૂત ભાઇ બહેનો વહેલી સવારથી ખાતર મેળવવા કતારોમાં ગીઠવાયા હતા , જોકે ખાતર મેળવવા પડાપડી થતા પોલીસ બોલાવવી પડી હતી અને પરિસ્થિતિ કાબુ બહાર જતા ખાતર વિતરણ અટકી પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સપરમાં દિવસોમાં જગતના તાત ખેડૂતને વાવેતર માટે ખાતરની તંગી અકળાવી રહ્યાની ફરિયાદ ઉઠી છે.