Gujarat

પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિના ફાયદાઓની માહિતી અને માર્ગદર્શન અપાયું

પ્રાકૃતિક કૃષિએ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી આ પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિએ વિકલ્પ તરીકે ઉભરી આવી છે.

બનાસકાંઠા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા-વ-નાયબ ખેતી નિયામક તાલીમ એચ.જે.જિંદાલના માર્ગદર્શન હેઠળ થરાદ તાલુકાના ચાંગડા ખાતે પ્રગતીશીલ ખેડૂત ચેલાભાઇ કસનાભાઇ પટેલના ફાર્મહાઉસ ખાતે પ્રેરણા પ્રવાસનું આયોજન કરાયું હતું. જેમાં આજુબાજુના ગામમાંથી તથા લાખણી તાલુકાના ખેડૂતોએ ભાગ લીધો હતો.

આ પ્રેરણા પ્રવાસ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ, ખેતી કેવી રીતે કરવી તેની માહિતી અને માર્ગદર્શન અપાયું હતું. ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આયામો, પશુપાલન, ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ, ગ્રામ જીવન પદયાત્રા, પ્રાકૃતિક ખેતીના અનુભવો, મોડેલ ફાર્મ વગેરેની માહિતી અપાઈ હતી.