Gujarat

સાવરકુંડલા એસ. ટી. ડેપોના ડ્રાયવર તરીકે અયુબખાન પઠાણે એ.ટી.આઈ.ની લેખિત પરીક્ષા પાસ કરીને પ્રમોશન મળતાં આનંદની લહેર છવાઈ 

સાવરકુંડલા એસ.ટી.ડેપોના ડ્રાઈવર તરીકે અયુબખાન અલ્લારખભાઈ પઠાણને એ.ટી.આઈ.ની લેખીત પરીક્ષા પાસ કરીને વિભાગીય પરિવહન શાખા ખાતે ATI (Assistant Traffic Inspector) તરીકે પ્રમોશન મળતાં તેમને અમરેલી ડેપોમાં હાજર થતાં સાવરકુંડલા ડેપો મેનેજર શ્રી નથવાણી સાહેબ ટી.આઈ પુનીતભાઈ,એ.ટી.આઇ. મહેબુબભાઈ ,સંકલન સમિતિ ના હોદે્દારો દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવેલ. સાવરકુંડલા એસ.ટી ડેપોમાં એસ.ટી ડ્રાઇવર તરીકે ૨૮ વર્ષથી વફાદારી અને ઇમાનદારીપૂર્વક નોકરીમાં ફરજ બજાવતાં આવે છે.
અમરેલી ખાતે એ.ટી.આઈ.નું પ્રમોશન મળતાં તેઓએ સાવરકુંડલા મુસ્લિમ સમાજ અને પઠાણ પરિવારનું નામ રોશન કરેલ છે..
બિપીન પાંધી