Gujarat

દિવાળીના ત્રણ જ દિવસમાં આગ લાગવાથી દાજીજવાનાં ૧૫ હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા

દિવાળીના ત્રણ દિવસમાં રાજ્યમાં કુલ ૧૫,૧૭૯ ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં રોજના સરેરાશ ૫,૦૬૦ કેસ નોંધાયા હતા. જેમાં સામાન્ય દિવસની સરખામણીએ સરેરાશ ૪૫૦૪ની સરખામણીએ ૧૨.૩૪ ટકાનો વધારો નોંધાયો હતો. ગુજરાતીઓએ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી. આના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં આગની ઘટનાઓ, શારીરિક ઇજાઓ અને માર્ગ અકસ્માતો સહિત અનેક ઘટનાઓ બની હતી. દિવાળીના ત્રણ દિવસમાં રાજ્યમાં કુલ ૧૫,૧૭૯ ઈમરજન્સી કેસ નોંધાયા છે.

જેમાં રોજના સરેરાશ ૫,૦૬૦ કેસ નોંધાયા હતા. જેમાં સામાન્ય દિવસની સરખામણીએ સરેરાશ ૪૫૦૪ની સરખામણીએ ૧૨.૩૪ ટકાનો વધારો નોંધાયો હતો. દિવાળીથી નવા વર્ષના દિવસ સુધીના છેલ્લા ૩ દિવસમાં રાજ્યમાં આગ સંબંધિત ૧૦૨ ઈમરજન્સી કેસ નોંધાયા હતા. રોજ ૩૮ આગ સંબંધિત કટોકટી, ૧ નવેમ્બરના રોજ ૪૦ અને ૨ નવેમ્બરના રોજ ૨૪ કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં ૨૮, રાજકોટમાં ૮, સુરતમાં ૨૫ અને ભરૂચમાં ૭ ફાયર ઈમરજન્સી કેસ નોંધાયા હતા. રાજ્યના મોટાભાગના શહેરોમાં સરેરાશ ૧૦ થી વધુ કેસ નોંધાયા છે.છેલ્લા ત્રણ દિવસમાં માર્ગ અકસ્માતના કુલ ૨,૮૨૯ કેસ નોંધાયા છે.

દિવાળી ના રોજ ૯૨૧, ૧ નવેમ્બરના રોજ ૮૨૭ અને નવા વર્ષના દિવસે ૧,૦૮૧ કેસ નોંધાયા હતા. દૈનિક સરેરાશ ૯૪૩ કેસ હતા. આ ૪૮૧ કેસોની સામાન્ય સરેરાશથી ૯૬.૦૫% નો વધારો દર્શાવે છે.

અમદાવાદમાં ઈમરજન્સી કેસોમાં એકંદરે ૨.૫૨% નો ઘટાડો જાેવા મળ્યો હતો. નોંધનીય છે કે ગુજરાતમાં દિવાળીના દિવસે આગની અનેક ઘટનાઓ બની હતી. જેમાં મોડી રાત સુધી ફાયર બ્રિગેડને કોલ આવતા રહ્યા હતા. દિવાળીના દિવસે આગની ઘટનામાં દુકાનો, બિલ્ડીંગ, શોર્ટ સર્કિટ, શાળા, ગોદામ, ભંગાર, વાહનો વગેરે આગની લપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાઓમાં મોટું નુકસાન થયું છે.