Gujarat

સુરતમાં પોલીસ ભવન નજીક ડિવાઇડર સાથે બાઇક અથડાતા એક યક્તિનું મોત થયું

રેલવે સ્ટેશન ચા પી ને બાઇક પર ઘરે આવતા બે મિત્રોની બાઇક ડિવાઇડ સાથે અથડાતા એક મિત્રનું મોત થયું હતું. જ્યારે અન્ય મિત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નવાપુરા ગોદડિયા વાસમાં રહેતો આકાશ કિરણભાઇ ફતેગંજના સેવનસીઝ મોલમાં નોકરી કરે છે. ગઈકાલે રાતે બે વાગ્યે તેના મિત્ર પ્રેમ સુરેશભાઇ કાઠિયાવાડી સાથે બાઇક પર રેલવે સ્ટેશન ચા પીવા માટે બંને જતા હતા. ચા પી ને બંને મિત્રો ઘરે પરત આવતા હતા.

પ્રેમ બાઇક ચલાવતો હતો અને આકાશ બાઇકની પાછળ બેઠો હતો. રાતે અઢી વાગ્યે પોલીસ ભવન નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતા સ્લિપ થઇ ગઇ હતી. બંને મિત્રો ઉછળીને નીચે પટકાયા હતા. આકાશને ડાબી આંખ, જમણા હાથ અને પગ પર ઇજા થઇ હતી.

જ્યારે પ્રેમને માથામાં ગંભીર ઇજા થતા લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ ગયો હતો. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. વહેલી સવારે પાંચ વાગ્યે સારવાર દરમિયાન પ્રેમનું મોત થયું હતું. રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.