ઘોઘા તાલુકાના હાથબ ગામના વતની અને અમદાવાદના જીવરાજ બ્રીજ નજીકના વેજલપુર પાસેના અશ્વલેખા ફેલટ ખાતે રહેતા પરિવાર રાત્રિના સમયે ઘરે હતા તેવામાં બસ સ્ટેન્ડ પાસેથી ગાળા ગાળી નો આવાજ આવતા પિતા ત્યાં જાેવા માટે ગયા હતા.થોડી વાર બાદ ગાળા ગાળી નાં આવજમાં વધારો થતાં પુત્ર ત્યાં પહોંચ્યા ત્યારે ચાર શખ્સ પિતાને પકડી રાખી લોખંડના પાઇપ અને લાકડી વડે માર મારી રહ્યા હતા.
પુત્રએ દેકારો કર્યો ત્યારે માતા પણ આવી પહોંચતા ચારેય શખ્સો બાઈક પર નાસી છૂટયા હતા.આધેડને ગંભીર હાલતે હોસ્પિટલે ખસડયા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઘોઘા તાલુકાના હાથબ ગામના વતની અને અમદાવાદના જીવરાજ બ્રીજ નજીકના વેજલપુર પાસેના અશ્વલેખા ફેલટ ખાતે રહેતા અલ્પેશભાઈ બુધાભાઈ બારૈયા ગઇ રોજ રાત્રીના સમયે પિતા બુધાભાઈ માતા ગીતાબેન ઘરે હતા.
તેવામાં રાત્રીના પોણા બારેક વાગ્યાના અરસામાં ઘર નજીક રોડ બાજુ આણંદ મેપાભાઇ બારૈયા, જયદીપ વિનુભાઈ ઢાપા અને કમલેશ અશોકભાઈ ઢાપા ગાળા ગાળી કરતા હોય તેવો અવાજ આવતો હતો. તેવામાં યુવાનનાં પિતા બુધાભાઈએ કે, હુ બાજુ જાવ છુ. કોણ ગાળા ગાળી કરે છે. તેમ કહી ઘરેથી નીકળેલ અને બૂધાભાઈ ગયા બાદ ગાળા ગાળીનો અવાજ વધારે આવતા ઘરે થી અલ્પેશભાઈ તેમજ માતા ગીતાબેન રોડ તરફ જતા હતા.
રોડ નજીક પહોચતા પિતા બૂધાભાઈને ગામના જયદિપ વિનુભાઇ ઢાપા તેમજ કમલેશ અશોકભાઈ ઢાપાએ બુધાભાઈને પકડેલ હતા.અને રામજી આણંદભાઇ બારૈયાએ લોખંડનો પાઇપનો એક ઘા છાતીના ભાગે મારેલ અને બીજાે ઘા માથાના ભાગે ઝીંકી દીધી હતો.દરમ્યાન આણંદ મેપાભાઈ બારૈયાએ પણ લાકડી વડે માર માર્યો હતો.આ દશ્ય નિહાળી પુત્ર અલ્પેશભાઈએ રાડા રાડિ કરતા માતા ગીતા બેન આવી બૂધાભાઈને ઉભા કરવા જતા આ ચારેય જણા મોટર સાયકલ લઈ નાસી છૂટયા હતા.
દરમ્યાન દુકાનવાળા આવી ગયા હતા.અને બૂધાભાઈને મોટરસાયકલ પર કોળીયાક સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબે બુધાભાઈ ને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ સંદર્ભે અલ્પેશભાઈએ ઘોઘા પોલીસ મથકમાં ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

