National

કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર કોંગ્રેસ નેતા ઉદિત રાજે જસ્ટિન ટ્રૂડોને ઘેર્યા

આ દિવસોમાં કેનેડા અને ભારત વચ્ચે તણાવ જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન કેનેડામાં ફરી એકવાર મંદિર પર હુમલો થયો છે. જેના કારણે કોંગ્રેસના નેતા ઉદિત રાજે આ હુમલાની નિંદા કરી હતી. આ હુમલા બાદ ઉદિત રાજે દેશના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને ઘેર્યા અને કહ્યું, એક તરફ ટ્રૂડો નિંદા કરે છે તો બીજી તરફ પ્રમોટ કરે છે. ઉદિત રાજે કહ્યું, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, આ પહેલા કેનેડામાં પણ આવું બન્યંો હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી આવું થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, ભારત સરકારે તેની ગુપ્તચર એજન્સીને આમાં સામેલ કરવી જાેઈએ અને તેની પાછળ કોણ છે તે શોધવું જાેઈએ. શું તેનો સ્ત્રોત ભારતમાં નથી? જાે ભારતમાં કોઈ સોર્સ હોય તો તેના પર કામ કરવું જાેઈએ અને પહેલા ભારતમાં ગેંગસ્ટરો સૌથી વધુ પાકિસ્તાન સુધી ઓપરેટ કરતા હતા, પરંતુ હવે સમગ્ર વિશ્વ લેવલે ગેંગસ્ટર ઓપરેટ કરી રહ્યા છે.

સાથે જ ઉદિત રાજે સવાલ પૂછ્યો કે, ગૃહમંત્રી શું કરી રહ્યા છે? દિવસના અજવાળામાં કેવી રીતે ઘટનાઓ બની રહી છે તે અમારી પણ ભૂલ છે. આવી સ્થિતિમાં એક બેઠક બોલાવવી જાેઈએ. તેણે એમ પણ કહ્યું કે તેના પડોશીઓ અને કેનેડા સાથે ભારતના સંબંધો બગડી રહ્યા છે. તેમણે કહ્યું કે, આખી દુનિયામાં મોદીજીનો નારા સંભળાઈ રહ્યો છે, તો પછી આ મામલાને કેમ મેનેજ કરવામાં નથી આવી રહ્યો.

કેનેડાના બ્રામ્પટનના હિંદુ સભા મંદિરને ખાલિસ્તાનીઓએ બ્રામ્પટનના હિંદુ સભા મંદિર અને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેનેડાની પીલ પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ સોશિયલ મીડિયા હેન્ડલ હેવ ધ રાઈટ ટુ ફોલો સાથે પોસ્ટ કરીને ઘટનાની નિંદા કરી હતી.