કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી ની અસીમ કૃપાથી તથા સર્વ પિતૃઓના શુભ આશિષથી માંગરોળ મુકામે પુરોહિત પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ખુબજ સુંદર આયોજન
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પુરોહિત પરિવાર દ્વારા વિવેકાનંદ વિદ્યાલય ના વિશાળ પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ડો. આઈજી પુરોહિત સાહેબ ના નિવાસ્થાનેથી શરણાઈઓના સૂર તેમજ ડીજે ના તાલ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથી યાત્રા રાસ ગરબાની રમઝટ સાથે વાજતે ગાજતે નીકળી કથા સ્થળે પહોંચી હતી.

ઉપસ્થિત મહેમાનો નું શબ્દોથી સ્વાગત ડો.ભાવનાબહેન પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું
પુરોહિત પરિવાર દ્વારા ભારતીય પરંપરાઓ અનુસાર દીપ પ્રાગટ્ય કરાયું હતું.
વિવેકાનંદ વિદ્યામંદિર નાં વિશાળ પટાંગણમાં તા.04/11/2024 નાં રોજથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો પુરોહિત પરિવાર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ભાગવત વક્તા શ્રી પ.પૂ.શાસ્ત્રીશ્રી પંકજભાઈ જાની (ઉમરાળા વાળા) વ્યાસપીઠ ઉપર બિરાજી પોતાની પ્રભાવશાળી અને સંગીતમય શૈલીમાં કથામૃત રસપાન કરાવી રહ્યાછે કથા શ્રવણ બપોરે 3 :00 કલાકે થી 7 વાગ્યા સુધી રહેશે
પુરોહિત પરિવાર દ્વારા યોજવામાં આવેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ખુબજ સુંદર આયોજન કરવામાં આવેલું છે જેનો શુભ પ્રારંભ તા.04/11/2024 નારોજ કરવામાં આવ્યો છે તેમજ પુર્ણાહુતિ તા.10/11/2024 નાં રોજ નિર્ધારિત કરવામાં આવેલ છે
*શ્રીમદ ભાગવત સપ્તાહના પાવન પ્રસંગો* આ પ્રમાણે રહેશે
શ્રી કપિલ ભગવાન પ્રાગટ્ય
મંગળવાર
તા.05/11/2024
શ્રી નૃસિંહ પ્રાગટ્ય
બુધવાર
તા.06/11/2024
શ્રી વામન પ્રાગટ્ય
શ્રી રામચંદ્ર જન્મ
શ્રી કૃષ્ણ પ્રાગટ્ય
ગુરુવાર
તા.07/11/2024
શ્રી ગિરિરાજ ઉત્સવ
શુક્રવાર
તા.08/11/2024
શ્રી રુક્ષ્મણી વિવાહ
શનિવાર
તા.09/11/2024
શ્રી સુદામા ચરિત્ર,શ્રી પરીક્ષિત મોક્ષ,કથા વિરામ
રવિવાર
તા.10/11/2024
શ્રી દશાંશ હોમ
સોમવાર
તા.11/11/2024
સપ્તાહ દરમિયાન નીચે મુજબ આયોજન કરેલ છે
રાત્રીના કાર્યક્રમો
ભજન સંધ્યા
તા.05/11/2024. મંગળવાર
રાત્રે 9/30 કલાકે
જણકાર મ્યુઝિકલ ગ્રુપ માંગરોળ
કડતાલ ધુન મંડળ
તા.06/11/2024. બુધવાર રાત્રે 9 થી 12 કલાકે
જય રામાપીર કડતાલ ધૂન મંડળ ટોડી (અમરેલી)
શ્રી કૃષ્ણલીલા સ્ટેજ પરફોર્મન્સ તથા રાસોત્સવ
તા.08/11/2024. શુક્રવાર રાત્રે 9/30 કલાકે
પોથી યાત્રામાં માંગરોળના અગ્રણીઓ આગેવાનો તેમજ પોથી યજમાનો ખુબજ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા..
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

