Gujarat

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે

ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા ૨ ટ્રકો અને ૧૪ ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે.
છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે પાદરવાટ, ઓલીઆંબા, પાનવડ, સિહોદ,સીમલીયા વિસ્તારમાંથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત વહન અને ખનન કરતા બે ટ્રકો અને ૧૪ ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે.
ખાન ખનીજ વિભાગ ની ટીમે આશરે એક કરોડ ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
 રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર