Gujarat

વિવિધ ૧૭ જીલ્લાના  શિબિરાર્થીઓને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સરકારી એડવેન્ચર કોર્સમાં પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા

રાજય સરકારના કમિશનરયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સરકારી એડવેન્ચર કોર્સ તા. ૦૪/૧૧/૨૦૨૪  થી  તા. ૧૦/૧૧/૨૦૨૪ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતોજેમાં વિવિધ ૧૭ જીલ્લા ના ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ લીધી. જેમાં રણજીતસિંહ ઝાલા સુરેન્દ્રનગરવજુભાઈ શેફાતરા અમદાવાદ,  સોઢા અનિરુદ્ધસિંહ જામનગરરાવલ માર્ગી જૂનાગઢ તેજાણી કાર્તિકી સુરત,  રાઠોડ જેસ્મિ રાજકોટ એ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે તેમજ કે.પી. રાજપૂત અમદાવાદકોર્ષ ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી.

પૂર્ણાહુતી કાર્યક્રમમા કાર્યક્રમના અધ્યક્ષ એમ.વી.મોદીઆસી.કમિશ્નર GST ગાંધીનગરહારુનભાઈ વિહળ પ્રિન્સિપાલ વાલી એ સોરઠ હાઈ.જૂનાગઢઉપેન્દ્રસિંહ રાઠોડ ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ જૂનાગઢ તથા માનદ ઇન્સ્ટ્રક્ટરશ્રીઓના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીર્ઓને પ્રોત્સાહિત કર્યા હતા.

ઇન્સ્ટ્રક્ટર વજુભાઈ શેફાતરા એ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત કર્યું હતુ અને કાર્યક્રમના અધ્યક્ષ એમ.વી.મોદીઆસી. કમિશ્નર GST દ્વારા કેમ્પ ના બાળકોને આવી સંસ્થામાં મોકલવા જેથી તેમનામાં સર્વાંગી વિકાસ તથા જીવન જીવવાની પ્રેરણા મળે તેમજ પર્વતારોહણની અલગ અલગ રાજ્યમાં આવેલ સંસ્થા વિષે જણાવ્યું. શિબિરાર્થીઓએ કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કરેલ હતા કેઆવા કેમ્પમાં તેઓને ઘરેથી એકલા પહેલી વાર રહેવાની મજાજ કઈક અલગ જ હતીપર્વત ઉપર કેવી રીતે ચઢવુંકેવી રીતે ઉતરવું તે જાણવા મળ્યું તથા નવા નવા મિત્રો મળ્યા. અંતે આભાર વિધિ  ઇન્સ્ટ્રક્ટર રણજીતસિંહ ઝાલા એ કરી હતી. તેમજ કાર્યક્રમનું સંચાલન માનદ ઇન્સ્ટ્રક્ટર રાવલ માર્ગીએ કર્યું હતું.