Gujarat

ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્યશ્રી મહેન્દ્ર પાડલિયાની ઉપસ્થિતિમાં મગફળી સહિતની જણસોનો ટેકાના ભાવથી ખરીદીનો શુભારંભ કરાયો

ખેડૂતોને ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકો મગફળી સહિતની જણસોની ટેકાના ભાવે ખરીદીનો રાજકોટ જિલ્લાનાં ઉપલેટાના માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલિયા સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન સરકારશ્રી મારફત કરવામાં આવેલ છે. સરકારશ્રીએ વર્ષ ૨૦૨૪-૨૫ મગફળી માટે રૂ.૬૭૮૩ (રૂ.૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ માટે રૂ.૮૬૮૨ (રૂ.૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે રૂ.૭૪૦૦ (રૂ.૧૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિન માટે રૂ.૪૮૯૨ (રૂ.૯૭૮.૪૦ પ્રતિ મણ) પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરેલ છે. સમગ્ર રાજ્યમાં માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસીઓની ખરીદી કરવામાં આવી રહી છે.