Gujarat

સાવરકુંડલામાં ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે સંત શ્રી મહાત્મા મુળદાસજીનો ૩૫૦મા  જન્મ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શ્રી લુહાર જ્ઞાતિ સમાજ વાડી ખાતે કારતક સુદ ૧૧!! (અગિયારસ) તારીખ ૧૩-૧૧-૨૪ ને  બુધવારના રોજ લુહાર જ્ઞાતિ કુલભૂષણ સંત શ્રી મહાત્મા મુળદાસજીની ૩૫૦ મી જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે સવારે ૯-૦૦ કલાકે પૂજ્ય સંત શ્રી મહાત્મા મુળદાસજીનું પૂજન, ધ્વજારોહણ, આરતી.વગેરે કાર્યક્રમો યોજાયા હતા.
ત્યારબાદ બપોરે ૧૧-૩૦ કલાકે મહાપ્રસાદ (ભોજન)નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નિમિત્તે ભોજન મહાપ્રસાદના દાતાશ્રી સ્વ. મગનભાઈ વશરામભાઈ કારેલીયા પરિવાર યજમાન બની અનેરો આનંદ અનુભવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ શ્રી લુહાર જ્ઞાતિ સમાજ વાડી નદી કાંઠે ભારે ઉમંગ ઉત્સાહ સાથે ધામધૂમપુર્વક ઉજવવામાં આવ્યો હતો
 
આ કાર્યક્રમમાં સાવરકુંડલા તેમજ તાલુકાના લુહાર બંધુઓ સહભાગી બની ધન્યતા અનુભવી હતી. તેમ મયુર રાઠોડ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
બિપીન પાંધી