Gujarat

છોટાઉદેપુરના તેજગઢ ખાતે 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટદ્વારા આયોજિત 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સેશન 2 યોજવામાં આવી હતી

છોટાઉદેપુરના તેજગઢ ખાતે 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટદ્વારા આયોજિત 42 ગામ વણકર સમાજ છોટાઉદેપુર કવાંટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સેશન 2 યોજવામાં આવી હતી. આજે ફાઈનલ મેચ વસેડી ઈલેવન અને વરૂણ ઈલેવન વચ્ચે રમાઈ, તેમાં 10 રનથી વરૂણ ઈલેવન વિજેતા બની હતી.
આ ટુર્નામેન્ટમાં છોટાઉદેપુર વણકર સમાજના પ્રમુખ  છગનભાઈ વણકર, ઉપપ્રમુખ પ્રવિણ ભાઈ કાપડિયા, મહામંત્રી  હીરા ભાઈ વણકર, બોડેલી બાર એસોસિયેશન પ્રમુખ લલિતભાઈ રોહિત , તેજગઢ ગ્રામ પંચાયત ના યુવા સરપંચ નરસિંહભાઈ રાઠવા,ધંધોડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ પારસિંગ ભાઈ રાઠવા, ડી.ઈ.ઓ કચેરી ના નિરીક્ષક દિપકભાઈ વાઘેલા ,વિદ્વાન વકીલ રાજુભાઈ રોહિત, પૂર્વ સરપંચ વિઠ્ઠલભાઈ વણકર તથા 42 ગામ વણકર સમાજનાં આગેવાનો અને  તમામ આયોજકો દ્વારા ટુર્નામેન્ટના  સુંદર આયોજનમાં ભાગ લઈને સાથ સહકાર આપનાર તમામ લોકોનો કેતનભાઈ ચૌહાણ દ્વારા આભાર વ્યક્ત કરીને ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવી હતી.
રિપોર્ટર  રેહાન પટેલ છોટાઉદેપુર