વિશ્વ ડાયાબીટીસ દિવસના રોજ લોકોમા ડાયાબીટીસ અંગે જાગૃતિ આવે તે માટે ઠેર ઠેર વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જે અન્વયે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ (કે જે એક મહારોગ છે જેને મધુમેહ પણ કહેવાય છે.)ની યોગ દ્વારા નાબૂદી કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જેના ભાગરૂપે તા.૧૪ નવેમ્બર ડાયાબિટીસ દિવસથી ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ સમગ્ર ગુજરાતનાં તમામ જિલ્લા અને તાલુકામાં શરૂ કરવામાં આવશે. જેમાં રાજકોટ શહેર ખાતે બે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ શહેરમાં કેમ્પ ૧- સરદાર પટેલ ભવન, માયાણીનગર, મહુડી રોડ અને કેમ્પ ૨ પૂજ્ય રણછોડદાસજી બાપુ, કોમ્યુનિટી હોલ, ભારત વિકાસ પરિષદ, આનંદ નગર મેઇન રોડ ખાતે “ડાયાબિટીસ મુક્ત ગુજરાત” અભિયાન અન્વયે “યોગ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આરોગ્ય શાખા દ્વારા ઉપસ્થિત ડાયાબીટીસના દર્દીઓના રીપોર્ટસ કરવામાં આવ્યા હતા. તબીબોના નિદાન બાદ યોગ, પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ડાયાબિટીસથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉપરાંત, ઉપસ્થિત સર્વેને જ્યુસ આપવામાં આવ્યું હતું. આ શિબિરની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ત્રણ યોગ શિબિરના યોગ સંચાલકશ્રી રૂપલબેન છગ, શ્રી કિંજલબેન ઘેટીયા, શ્રી ભાવનાબેન ગામી, સહયોગ યોગ કોચશ્રી કલ્પેશભાઈ પાડલીયા અને શ્રી રાજેશભાઈ રાજાની, રાજકોટ વેસ્ટ ઝોન કો-ઓર્ડીનેટરશ્રી ગીતાબેન સોજીત્રા, યોગ ટ્રેનરશ્રી અલ્પાબેન પારેખ અને શ્રી અમીબેન બારૈયા, શ્રી જાગૃતિબેન શિંગાળા, શ્રી રીમાબેન કોટડીયા, શ્રી જીજ્ઞાબેન કોટડીયા, શ્રી બીનાબેન, શ્રી રીનાબેન, સોશિયલ મીડિયાના કો-ઓર્ડીનેટરશ્રી દર્શનાબેન આહયા, સોશિયલ મીડિયા કન્વીનરશ્રી પૂર્વીબેન રવૈયા અને આરોગ્ય શાખાના ડો. વિપુલભાઈ પરમાર અને અન્ય સ્ટાફ, સરદાર પટેલ સેવા કલ્ચર ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી ચીમનભાઈ હાપાણી, ઓમ વેલનેસ સેન્ટરના ડો. ક્રિષ્નાબેન ભટ્ટ એક્યુપ્રેશર એક્સપર્ટશ્રી કાંતાબેન વાછાણી, સુજોક થેરાપીસ્ટશ્રી તપનભાઈ પંડ્યા, કાસ્ય થેરાપીસ્ટશ્રી નિકુંજભાઈ સોની, સૌરાષ્ટ્ર ઝોન કોઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી, કોઓર્ડીનેટરશ્રી દીપકભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

