Gujarat

ભુજના પધ્ધરમાં કારમાંથી ૧૧૮ દારૂની બોટલ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી

ભુજ તાલુકાના પધ્ધર ગામે સ્થાનિક પોલીસે બાતમી પરથી પધ્ધર ગામે રહેણાકના મકાનમાં દરોડો પાડીને કારમાંથી ૧૧૮ નંગ બોટલ કિંમત રૂપિયા ૮૦,૬૩૬ તથા ૧૦ હજારના મોબાઇલ સાથે યુવકને ઝડપી પાડયો હતો. પધ્ધર પોલીસને બાતમી મળી હતી કે, પધ્ધર ગામે બારલા વાસમાં રહેતા સુમીત પ્રભુભાઇ ખુંગલા નામનો યુવક તેના કબ્જાની સ્વીફ્ટ કારમાં દારૂ ભરીને પોતાના ઘરે આંગણામાં રાખ્યો છે.

જેથી પધ્ધર પોલીસની ટીમે રાત્રે દરોડો પાડીને સુમીત ખુંગલાને જગાડી કારની તલાસી લેતાં તેમમાંથી અલગ અલગ બોક્ષમાં વિદેશી દારૂની ૧૧૮ નંગ બોટલ કિંમત રૂપિયા ૮૦,૬૩૬ મળી આવી હતી.

પોલીસે દારૂની બોટલો અને પાંચ લાખની કાર તેમજ મોબાઇલ ફોન સહિત રૂપિયા ૫,૯૦,૬૩૬ના મુદામાલ સાથે સુમીતને ઝડપી પાડી તેના વિરૂધ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી દારૂનો માલ ક્યાંથી લાવ્યો હતો. અને કોને મોકલવાનો હતો. તે સહિતની વિગતો જાણવા આગળની તપાસ હાથ ધરી છે.