Gujarat

રાજ્ય કક્ષાએ U-19 સોફ્ટબોલ રમતમાં ભાઈઓની સ્પર્ધામાં બીજું  સ્થાન પ્રાપ્ત કરતું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા અને સુ . સા. હાઈસ્કૂલ વડીયા

સાવરકુંડલા ગુરૂકૂળના વિદ્યાર્થીઓ હોય સાથે રમતગમત કોચ એમ. જી. મોરી સાહેબ, દીપકભાઈ વાળા અને ઝાલાભાઈનું સતત માર્ગદર્શન હોય અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સંતોના આશીર્વાદ હોય એટલે જીત તો વિજય ધ્વજ તો અવશ્ય લહેરાય જ…
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ૬૮ મી સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અંડર -19 સોફ્ટબોલ  રમતમાં ભાઈઓની  સ્પર્ધા ડીસા (બનાસકાંઠા )મુકામે  રાજ્ય કક્ષાનું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી શ્રી  બનાસકાંઠા દ્વારા થયેલ. તારીખ  ૧૬-૧૧-૨૪ રોજ  અમરેલી જિલ્લાની ટીમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સુ. સા હાઈસ્કૂલ વડીયા સંસ્થાની સમગ્ર સ્કૂલની ટીમ ગુજરાત રાજ્યમાં બીજું સ્થાન મેળવ્યું છે  શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાનું નામ રોશન કરેલ છે જેમાં ગુરુકુળ શાળાનાં રમતગમતનાં કોચ તરીકે એમ.જી મોરી સાહેબ  દીપકભાઈ વાળા તથા ઝાલાભાઈએ ખૂબજ તનતોડ મહેનત કરી વિજય મેળવ્યો છે તેમજ તેઓ વિદ્યાર્થીઓનાં સર્વાગી વિકાસમાં ખૂબજ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
ગુરુકુળ  શાળાની  ટીમ વિજેતા થતાં જે માટે સંસ્થાના વડા પૂજ્ય ભગવત પ્રસાદ દાસજી સ્વામી તથા ગુરુકુળનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા કોઠારી સ્વામી શ્રી અક્ષર મુક્ત સ્વામી, શાળાના  ટ્રસ્ટીશ્રીઓ તેમજ વિવિધ શાળાનાં પ્રિન્સિપાલશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ આ તકે સાવરકુંડલાના માનનીય ધારાસભ્ય સાવરકુંડલા લીલીયા  મહેશભાઈ કસવાલા સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ. તેમજ  અમરેલી જિલ્લા રમતગમતની કચેરી, અમરેલી વ્યાયામ સંઘ, અમરેલી સોફ્ટ બોલ ફેડરેશન ઓફ  ગુજરાતનાં શ્રી વિષ્ણુ સર અને બ્રિજેશભાઈ તેમજ ફેડરેશનના  હોદેદારશ્રીઓનો પણ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
બિપીન પાંધી