Gujarat

ધારીના જાગૃત ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાની ધારદાર રજુઆતથી ચલાલામાં પશુ ડોક્ટરની નિમણુંક કરાઇ

ધણા સમય બાદ પશુ ડોક્ટરની નિમણુંક થતા ખેડૂત વર્ગ અને પશુપાલકોમાં આંનદની લાગણી પ્રસરી
દાનેવધામ ચલાલામાં ધણા સમયથી પશુ ડોકટરની જગ્યા ખાલી હોવાથી પશુપાલકો અને ખેડૂત વર્ગને પોતાના માલઢોરની સારવાર કરાવવા ભારે મુશ્કેલી પડતી હતી..અને અવાર નવાર પ્રાઇવેટ પશુ ડોક્ટર પાસે ભારે ફી ચુકવી સારવાર કરાવી પડતી હતી…ત્યારે ચલાલા પંથકના ખેડુતો અને પશુપાલકો દ્વારા આ બાબતે ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયાને રજૂઆતો કરવામા આવી હતી..પશુ પાલકો અને ખેડુતોની રજુઆતોની ગંભીરતા સમજી સતત જાગૃત..કોમનમેન એવા લોકપ્રિય ધારાસભ્ય  જે.વી.ભાઇ કાકડીયાએ તાત્કાલીક સરકારમાં પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાધવજીભાઇ પટેલને રૂબરૂ મળી ધારદાર લેખીત અને મૌખીક રજુઆત કરીને ચલાલા પંથકના ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીનો વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર રજુ કરી તાત્કાલીક ચલાલામાં પશુ ડોકટર મુકવાની અંગત ભલામણ કરતા પશુપાલન વિભાગ ગાંધીનગરથી સ્પેશિયલ કેસમાં ચલાલામાં પશુ ડોક્ટર હરેશભાઇ કામળીયાની નિમણુંક કરાતા ચલાલા પંથકના ખેડૂત વર્ગમાં અને પશુપાલકોમાં સંતોષ સાથે આંનદની લાગણી ફેલાણી છે..
અતિ આવશ્યક પશુ ડોક્ટરની નિમણુંક થતા ધારાસભ્ય જે.વી.ભાઇ કાકડીયાની કામગીરીની આ વિસ્તારના પશુપાલકો અને ખેડૂત વર્ગ પ્રશંસા કરી રહ્યા છે..ચલાલામાં પશુડોકટરની  નિમણુંક થતાં ધારાસભ્યના અંગત મદદનીશ અને શહેર ભાજપ ઉપપ્રમુખ ભૈયલુભાઇ વાળા અને શહેર ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૃર્વ સદસ્ય પ્રકાશભાઈ કારીયાએ પશુ ડોકટર હરેશભાઇ કામળીયાની શુભેચ્છા મુલાકાત કરી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત સન્માન કરી પશુ પાલકો અને ખેડૂતોના માલઢોરની સારવારમાં કોઇ જ મુશ્કેલી ના પડે તે તે અંગે વિસ્તૃત ચર્ચાઓ કરતા પશુ ડોકટરે પણ ઢોર માલની સારવારમાં કોઇ કચાશ નહી રાખવાની ખાત્રી આપેલ હતી..પશુ પાલકો અને ખેડૂત વર્ગને પોતાના માલઢોરની સારવાર માટે ચોવીસ કલાકમાં કાઇ પણ મુશ્કેલી સર્જાય તો ધારાસભ્યના અંગત મદદનીશ ભૈયલુભાઇ વાળાનો તેમના મો.નં. 96380 53982 પર સંપર્ક કરવા ધારાસભ્યની કાર્યાલયની અખબારી યાદી જણાવેલ છે..
બિપીન પાંધી  સાવરકુંડલા