Gujarat

પાટડીમાં એસ.એમ.સી ની રેડ બાદ મોટી કાર્યવાહી પી.આઈ એમ.કે.ઝાલા સહિત ૩ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કર્યો

સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર જીસ્ઝ્રના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર જીસ્ઝ્રના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી પોલીસ પીઆઈ એમ કે ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પીઆઈની સાથે અન્ય ૩ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વડોદરા એસીબી પીઆઈનો ભાઈ આ જુગારધામ ચલાવતો હતો અને સુરેન્દ્રનગર જિલ્લાના એસપી ગિરીશ પંડ્યા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

પાટડીમાં રહેણાંક મકાનમાં જુગારનો અડ્ડો ચાલતો હતો. જેમાં જીસ્ઝ્રએ દરોડો પાડી ૫ મહિલા સહિત ૨૫ જુગારીઓને પકડી પાડ્યા હતા. વડોદરામાં આ જુગારધામ એસીબી પીઆઈ કમલેશ ઠાકોરનો ભાઈ કિરણ ઠાકોર ચલાવતો હતો. તે સમયે એસએમસીએ પણ લાલ ફીતમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાટડીમાં પોલીસ અંધારામાં રહી હતી અને જીસ્ઝ્રએ દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન જીસ્ઝ્રની ટીમે ૫ મહિલા સહિત ૨૫ જેટલા લોકોને જુગાર રમતા પકડી પાડ્યા હતા. દરોડા દરમિયાન, જીસ્ઝ્ર ટીમે મોબાઈલ ફોન અને વાહનો સહિત રૂ. ૬ લાખથી વધુની કિંમતી ચીજવસ્તુઓ જપ્ત કરી છે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે તે સમયે આ જુગારધામ કોની દેખરેખમાં ચાલતું હતું. સુરેન્દ્રનગરના પાટડીના વેલનાથ નગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં જુગારનો મોટો અડ્ડો ચાલી રહ્યો હતો અને જીસ્ઝ્રની ટીમ ત્યાં પહોંચી ત્યારે ઘરના દરવાજા બંધ હતા અને દરવાજા તોડીને અંદર પ્રવેશી જીસ્ઝ્રની ટીમે જુગારીઓને પકડી લીધા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.