રેઈન વોટર હાર્વેસ્ટીંગના ભાગરુપે નેશનલ ડીઝાસ્ટર મીટીગેશન ફંડમાંથી મળનારી રુપિયા ૩૬.૩૦ કરોડની ગ્રાન્ટમાંથી સોલા વિસ્તારમાં પંપીંગ સ્ટેશન બનાવાશે.બંધન ટ્રાય એંગલ પાસેના પ્લોટમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ૫૧૨ કયુબીક મીટર સંગ્રહ ક્ષમતાની ઈન્ફીલટ્રેશન ટેન્ક બનાવવામાં આવશે.
નેશનલ ડીઝાસ્ટર મીટીગેશન ફંડ અંતર્ગત દેશના સાત શહેર પૈકી અમદાવાદ માટે આપવામા આવેલી ગ્રાન્ટમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટીંગ,વરસાદી પાણીના નિકાલ માટે બંધન ટ્રાય એંગલ પાસેના પ્લોટમાં પંપીંગ સ્ટેશન બનાવવામાં આવશે.ઈન્ફીલટ્રેશન ડ્રેઈન દ્વારા રોડ સરફેસ ઉપરનુ વરસાદી પાણી મોડયુલર યુનિટ દ્વારા જમીનમાં ઝડપથી ઉતરી જાય છે.
ઈન્ફીલટ્રેશન ટેન્કની બાજુમાં વધારાના વરસાદી પાણીના નિકાલ માટે ૬૦ એમ.એલ.ડી.ક્ષમતાનુ પંપીંગ સ્ટેશન બનાવવામા આવશે.જેની રાઈઝીંગ લાઈન ગોતા-ગોધાવી કેનાલની હયાત વરસાદી પાણીની લાઈનમાં છોડવામા આવશે.બંધન ટ્રાય એંગલ અને તેની આસપાસના વિસ્તારમા ભરાતા વરસાદી પાણીની સમસ્યાનો અંત આવશે.