સ્ વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુએ હજુ પગરવ માંડતાં જ અન્ય આરોગ્યવર્ધક ફળની સાથોસાથ ઉત્તમ ટોનિક ગણાતા ટમેટાના વેચાણમાં પણ ઉછાળો નોંધાયો છે
આમ આરોગ્યવર્ષક શિયાળાની ઋતુના પ્રારંભિક તબક્કામાં અને લગ્નસરાની સિઝનના ભોજન સમારોહમાં આમંત્રિત મહેમાન માટે ભોજનને વધારે સ્વાદિષ્ટ બનાવતાં ટમેટા સુપથી ભૂખ ઊઘડે અને સ્વાદિષ્ટ વાનગીઓથી ભોજનનું મેનુ શરૂ થાય છે.
આ ઉપરાંત આ અરસામાં બપોરના ભોજન સમારોહમાં તેમજ મોડી સાંજથી ઠંડીની સિઝનમાં ગરમાગરમ ટામેટા સૂપ આરોગવાની મજા જ કંઈક ઓર હોય છે. હાલ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તરોમાંથી ટમેટાની આવક થતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. શહેરની મુખ્ય શાકમાર્કેટમાં સારી ગુણવત્તાવાળા લાલ ચટક
ટમેટા વેચાતાં જોવા મળે છે.
ટમેટા થોડા સસ્તા થતાં લોકો અન્ય શાકભાજી સાથે ટમેટા કે સેવ ટમેટાનું શાક પણ બનાવતા જોવા મળે છે. મધ્યમવર્ગીય પરિવારોની ગૃહિણીઓ પોતાના ઘરે જ ટમેટાના રસાદાર સૂપ બનાવી ઘરના ભોજનના મેનુંને વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક બનાવે છે એટલુ જ નહિ ટામેટાનો સલાડ પણ શિયાળામાં આરોગ્ય માટે સારો છે આ ઉપરાંત ટમેટાની ચટણી પણ ઘણી સ્વાદિષ્ટ અને સ્વાસથ્યવર્ધક હોય છે.
શાકમાર્કેટમાં દેશી ટમેટાનું વેચાણ પણ પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યુ છે. દેશી ટમેટાનું નીયમીત સેવન કરવાથી તે પ્રોસ્ટેટ અને કેન્સરના નિવારણમાં સહાયરૂપ થાય છે. વળી વજન ઘટાડવા આંખોને સ્વરથ રાખવા અને તેની રોશની વધારવા માટે ખાલી પેટે સેવન ટમેટાનું સેવન ગુણકારી હોય છે.
બિપીન પાંધી સાવરકુંડલા