તા જેતરમાં જાપાનના MATSUYAMA અને IMBARI સિટી તારીખ 23 થી 29 નવેમ્બરના રોજ અંડર 12 બેઝબોલ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન થયું છે આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં ભારતીય બેઝબોલ અન્ડર-12 ટીમમાં પુરા ભારતમાંથી ૧૫ ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાત રાજ્યના સાવરકુંડલા રાજાભાઈ ગોરધનભાઈ ચુડાસમા પરિવારમાંથી રસિકભાઈ દુર્લભજીભાઈ ચુડાસમાના પૌત્ર તથા દિનેશભાઈ જીવરાજભાઈ રાઠોડ પરિવારનો ભાણેજ ચિ. પરમ ધર્મેશભાઈ ચુડાસમા (ઉંમર ૧૨ વર્ષ)નું ભારતીય બેઝબોલ અંડર – 12 ટીમમાં સિલેક્શન થયેલ છે.

આમ પરમે સાવરકુંડલા લુહાર ચુડાસમાનું ગૌરવ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થી ચિ.પરમ ધર્મેશભાઈ ચુડાસમા (લુહાર રાજા ગોરધન વાળા)નું ટીમ ઇન્ડિયામાં સિલેકશન થયેલું છે અને તેઓ આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં ભાગ લેવા ભારત બહાર જાપાન દેશમાં ગયા છે.

આ વિદ્યાર્થીની યાત્રા મંગળમય રહે અને આ સ્પર્ધામાં વિજય (champion) બને અને સમગ્ર સાવરકુંડલા ગુજરાત અને ભારત (હિન્દુસ્થાન)નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ. સહ…. .
શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાનાં ચરણોમાં પ્રાર્થના. પ્રસ્તુત તસવીર ગતરોજ છે. તેમજ આજરોજ જાપાન ખાતે પ્રેક્ટિસ કરી રહેલા ખેલાડીઓની છે
બિપીન પાંધી સાવરકુંડલા

