Gujarat

સંઘર્ષ કોને કહેવાય? એ ખૂબ નાની ઉંમરમાં આત્મસાત કરી સામાજિક અને માનવસેવાનાં ભગીરથ કાર્યો દ્વારા સમાજમાં સ્વયંની ઓળખ પ્રસ્થાપિત કરી.. 

માનવસેવાને ચરિતાર્થ કરવા માટે જ રાજકીય ક્ષેત્રે ઝંપલાવીને સમાજનાં છેવાડાના માનવીની સમસ્યાનું નિવારણ કરવા માટે કદી રાતદિવસની પણ પરવા નહીં કરનાર યુવા પત્રકાર સોહીલ શેખનો જન્મદિવસ
સાવરકુંડલાના યુવા પત્રકાર સોહીલ શેખનો જન્મદિવસ છે.  સમાજનાં નાના મોટા પ્રશ્નનો ઉકેલવા માટે અહર્નિશ તૈયાર એવા સોહિલ શેખ  આમ ગણીએ તો  આમજનતાનો અડધી રાતનો હોંકારો.. સતત નિસ્વાર્થ ભાવે સમાજનાં તમામ વર્ગના લોકોનાં પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેતાં સોહીલભાઈ મિલનસાર મિતભાષી વ્યક્તિત્વ ધરાવે છે વળી પોતે પર્યાવરણપ્રેમી હોવાથી પ્રકૃતિના સંવર્ધન માટે પણ સતત કાર્યરત રહે છે.
જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી નહીં જંપવું એ જ જાણે એનાં જીવનનો મદ્રાલેખ હોય લોકસેવાના અનેક કામો દ્વારા સમાજમાં પણ ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. તોકતે  વાવાઝોડાં દરમિયાન તેની માનવસેવાની આજે પણ તમામ વર્ગે લોકો નોંધ લઈને પ્રશંસા કરતાં જોવા મળે છે. આજે સોહિલ શેખ જીવનનાં ૩૨ વર્ષ પૂર્ણ કરીને ૩૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેનું અંતિમ લક્ષ છેવાડા માનવીનો ઉત્કર્ષ કરવાનું છે.
તેમના જન્મદિવસ નિમિત્તે શહેરનાં વિવિ ક્ષેત્રોના અગ્રણીઓ સગાસંબંધી મિત્રવર્ગ દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે. પોતે ખરાં અર્થમાં એક સંનિષ્ઠ પત્રકાર હોય  લોકોનાં પ્રાણપ્રશ્નનોને કોઈની  પણ શેહશરમ રાખ્યાં વગર અખબારી માધ્યમ દ્રારા લોકપ્રશ્નોને વાચા આપતાં જોવા મળે છે. આજે એમના જન્મદિવસ નિમિત્તે તેમની સેવાકીય પ્રવૃત્તિઓ તથા જીવન સંગ્રામના ઘટના ક્રમની થોડી વાતો અહીં રજૂ કરી છે.
   
૧-જેમાં સાવરકુંડલા વોર્ડ નંબર સાતમાં આઝાદી બાદ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીમાંથી જીત હાંસલ કરી હતી
૨- એક સમયે સાવરકુંડલામાં ફટાકડાના ગોડાઉનમાં ભયંકર આગ લાગતા. સાવરકુંડલા નગરપાલિકાની ટીમ તથા પોલીસ સ્ટાફ મામલતદાર નગરપાલિકાના સદસ્યશ્રીઓ શ્રી સામાજિક કાર્યકર્તાઓ સહિત શહેર ભાજપની ટીમ સાથે જોડાઈ અને મહેનતના અંતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો…
૩- પ્રકૃતિ પ્રેમી તરીકે સાવરકુંડલા શહેરને ગ્રીન બનાવવા માટે પાલિકા પ્રમુખને અવાર નવાર રજૂઆતો કરી અને અને કામગીરીનું વારંવાર ફોલોઅપ લઈ સાવરકુંડલા પાલિકાના સહયોગ અને તમામ સદસ્યોને સાથ સહકાર થઈ શહેરમાં ૧૭૫૦ વૃક્ષો સદભાવના ગ્રૂપ દ્વારા વાવમાં આવ્યા તેમાં સદભાવના ગ્રૂપને આવતી અડચણોમાં વન પ્રકૃતિના મિત્રોને સાથે રાખી પ્રશ્નના ઉકેલ કરતા કરતા આ કામ પૂર્ણ કરવામાં  મહત્વની ભૂમિકા રહી હતી
૪-સાવરકુંડલા શહેરમાં બહાર ગામથી અભ્યાસાર્થે શહેરમાં આવતાં વિદ્યાર્થીઓ માટે પાલિકાના સંપમાંથી રસ્તો ખુલ્લો કરવા માટે ધારાસભ્યશ્રી તેમજ પાલિકા પ્રમુખ અને પાલિકાના અધિકારીઓને રજૂઆતો કરી કામ માટે સફળતા મળી…
૫- સાવરકુંડલા નગરપાલિકા કર્મચારીઓ દ્વારા  પડેલ હડતાલના  સમયે વોર્ડ પ્રતિનિધિ તરીકે પોતાના વિસ્તારના રહીશોને પોતે કચરો એકઠો કરવાની કામગીરી કરેલ હતી…
૬- વોર્ડ નંબર સાતમાં આવેલ પઠાણ ફળીનો  વર્ષો જૂનો પ્રશ્નો  નવી ગટર અને રોડ બનાવી આ પ્રશ્નને પૂર્ણ કર્યો…. આમ આવા અનેક સેવાકીય કાર્યો દ્વારા પોતે સતત કાર્યરત રહી સેવા એ જ સાધનાના જીવન મંત્ર સાથે હજુ પણ લોકસેવા કરી રહ્યા છે. હવે તમે જ નક્કી કરો કે આજે તેમનો જન્મદિવસ હોય તેમના મોં મીઠા કરાવી તેમને જન્મદિવસની શુભેચ્છા આપવી જોઈએ’ને?
બિપીન પાંધી  સાવરકુંડલા