શહેરમાં બેંકના એટીએમમાં ઠેર ઠેર 24 કલાક ગ્રાહકોને નાણાની સેવા માટે અનેક એટીએમ ઉપલબ્ધ હોય છે. પરંતુ નાના સેન્ટરોમાં મર્યાદીત એટીએમ સેવામાં પણ ધાંધીયા સર્જાતા ગ્રાહકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે.
ત્યારે આટકોટ પાસે હાઇસ્કૂલ રોડ પર આવેલું bank of indiaનું એટીએમ વારંવાર બંધ થઈ જાય છે બેન્ક ઓફ ઇન્ડિયા આટકોટ શાખામાં ઘણા બધા ખેડૂતો અને વેપારીઓના એકાઉન્ટ આવેલ હોય બધાને આર્થિક વ્યવહારોમાં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે તથા આર્થિક નુકસાની પણ આવે છે તો અઠવાડિયામાં બે વખત થી પણ વધુ વાર એટીએમ બંધ હોય છે
આ સમસ્યાનો ઘણી વખત મૌખિક રજૂઆત કરવા છતાં પણ કંઈ પણ ઉકેલ આવેલ નથી તો ગ્રામજનો દ્વારા આ એટીએમ બદલવામાં આવે અથવા તો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માગણી પણ છે.

