બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાથે ૫ ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. મ્ઝ્રઝ્રૈંએ ગયા મહિને જ આ શ્રેણી માટે ૧૮ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે બીસીસીઆઈ ફરી એકવાર ટીમની જાહેરાત કરવા જઈ રહી છે અને આ વખતે ૧૮ સભ્યોની નહીં પરંતુ ૧૯ સભ્યોની ટીમની જાહેરાત કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે મ્ઝ્રઝ્રૈંએ ગયા મહિને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ૧૮ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં ઘણા સ્ટાર ખેલાડીઓને તક આપવામાં આવી છે.
પરંતુ તાજેતરમાં, જ્યારે રોહિત શર્મા અંગત કારણોસર પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો હતો અને શુભમન ગિલ ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર હતો, ત્યારે મ્ઝ્રઝ્રૈંએ દેવદત્ત પડિકલનો ટીમમાં સમાવેશ કર્યો હતો. આવી સ્થિતિમાં, હવે સમાચાર આવી રહ્યા છે કે ગિલ તેની ઈજામાંથી ઘણી હદ સુધી સ્વસ્થ થઈ ગયો છે અને તે બીજી ટેસ્ટ મેચમાં રમતા જાેવા મળશે. આ સાથે રોહિતની વાપસીની પણ ચર્ચા છે. તેથી બીસીસીઆઈ ફરીથી ૧૯ સભ્યોની ટીમની જાહેરાત કરવા જઈ રહ્યું છે.
ખબર છે કે રોહિત શર્મા ફરી એકવાર પિતા બની ગયો છે. તેના ઘરે એક છોકરાનો જન્મ થયો, જેના કારણે તે ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમ ટેસ્ટ મેચમાં રમતા જાેવા મળ્યો ન હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તે ટીમ સાથે જાેડાવા માટે તૈયાર છે અને ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયો છે. જેના કારણે બોર્ડ ફરીથી ટીમની સત્તાવાર જાહેરાત કરવા જઈ રહ્યું છે અને આ ટીમ બિલકુલ જૂની ટીમ જેવી જ બનવા જઈ રહી છે. દેવદત્ત પડિક્કલ પણ ૧૯મા ખેલાડી તરીકે ત્યાં જવાના છે.

