ઝાલોદ તાલુકા માંથી દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવે નં:148N ના 14 ગામોના અસરગ્રસ્તો છેલ્લા ઘણા સમયથી પોતાની મૂળભૂત તેમજ પ્રાથમિક સુવિધા મેળવવા માટે લડત આપી રહેલ છે પણ જવાબદાર ઓથોરિટી કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ આ બાબતે ફક્ત વાયદાઓની લોલીપોપ આપી ગરીબ ખેડૂત પ્રજાને મળવાપાત્ર લાભ, સુવિધા તેમજ સહાય આપી રહેલ નથી. વર્ષો થી પોતાના પરિવારોની વારસાઈ થી મળેલ જમીનમા ખેતી કરી આ પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ કોરિડોર બનવાથી આ જમીનો પર ખેડૂતોની જમીનો જવાબદાર તંત્ર દ્વારા સસ્તા ભાવે લઈ લેવામાં આવેલ હતી ત્યાર બાદ કોરિડોરના કામગીરી ચાલતા આ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીન ખેતી લાયક ન રહેતા તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહેલ છે.

જવાબદાર તંત્ર દ્વારા બે વાર આ અંગે સર્વે કરવામાં આવેલ છે અને ત્રીજી વાર ફરી આ વિસ્તારમાં સર્વે કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં કોરિડોર હાઇવેના કોન્ટ્રાક્ટર દ્વારા અવ્યવસ્થિત માટી પુરાણ, મકાન, કુવા, બોર, હવાડા, સંડાશ, બાથરૂમ, વૃક્ષો જેવી અનેક બાબતોનું વળતર આ ચૌદ અસરગ્રસ્ત ગામો દ્વારા માંગવામાં આવેલ છે પરંતુ તેમને આ અંગે ફક્ત વાયદાઓની લોલીપોપ જવાબદાર તંત્ર પાસે થી મળેલ છે.

આ અંગે ખેડૂત આગેવાન મૂકેશ ડાંગીએ કહ્યું કે નવા કરાવેલ સર્વેમાં જે મૂળ 17 માંગણીઓ છે તે માંગણીઓનો જો 28 નવેમ્બર સુધી જવાબદાર અધિકારીઓ સાથે સંકલન કરી 2 ડિસેમ્બર સુધી તમામ માંગણીઓ સમય મર્યાદા મુજબ પૂરી થાય તેવું લેખિત નહીં આપે તો 3 જી ડિસેમ્બર થી આ નેશનલ કોરિડોરની કામગીરી બંધ કરાવી દેવામાં આવશે અને ત્યારબાદ કોઇપણ ઘટના બને તો તેની તમામ જવાબદારી જવાબદાર તંત્રની રહેશે તેવી ચીમકી મૂકેશ ડાંગી દ્વારા આપવામાં આવેલ હતી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

