યુવા પેઢી સ્કૂલ-કોલેજ સમયે મિત્રો સાથે દેખાદેખી, પ્રેમસંબંધ તૂટી જવા જેવા અને કારણોસર નશાના રવાડે ચઢવા લાગી છે. જેમાં તેઓ ગાંજો, ડ્રગ્સ, દારૂ તથા સ્મેક જેવા નશાના બંધાણી થવા લાગ્યા છે.
છેલ્લા એક વર્ષમાં અભયમ મહિલા હેલ્પલાઈનને 1453 કોલ મળ્યા હતા. નશા માટે બાળકો તથા યુવાનો ઘરમાં ઝઘડા કરવા, માતા-પિતાને મરી જવાની ધમકી આપી પૈસા મેળવવા, મારઝુડ કરવી, ઘરમાં તોડફોડ કરવી તથા ચોરી કરતા હોય છે. બાળકને સુધારવા માતા-પિતાએ માગેલી મદદમાં 1017 કોલમાં કાઉન્સેલિંગ કરતા બાળકને ભૂલ સજાઈ હતી.
જ્યારે 436 કોલમાં બાળકોને કાઉન્સેલિંગ માટે સાઈક્યાટ્રીસ્ટ પાસે તથા નશા મુક્તિ કેન્દ્ર સુધી મોકલાયા હતા. અભયમ મહિલા હેલ્પલાઈનના રિજનલ કો-ઓર્ડિનેટર ફાલ્ગુનીબેનના જણાવ્યા અનુસાર, બાળકોને ફ્રીડમતા જોઈતી હોય છે અને અમુક ઉંમર પછી બાળકો તેમની આસપાસ થતી પ્રવૃત્તિઓ જોઈને તે કરવાનો પ્રયાસ કરે છે જેના કારણે તેઓ કેફી પદાર્થો સહિતના રવાડે ચઢી જાય છે.