Gujarat

છોટાઉદેપુરની એક શાળાના શિક્ષકે  શાળાની એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યા,બાળકીના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ

છોટાઉદેપુર નગરની એક શાળાના શિક્ષક દ્વારા શાળાની ધો.9 ની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના સામે આવી છે. બાળકોના પિતાએ નરાધમ શિક્ષક સામે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા ચકચાર મચી ગઈ છે.  છોટાઉદેપુર નગરની એક શાળાના 51 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની જીલ્લાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.
છોટાઉદેપુર નગરના એક શિક્ષક દ્વારા ગત 25 નવેમ્બરના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યે શાળાના આધેડ વયના નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા ધો.9 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને શાળાના પગથિયાં ઉપર બોલાવવામાં હતી.જ્યાં નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકી પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી.બાળકીએ ના પાડતા શિક્ષકે બાળકો સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેને લઇને બાળકી ડઘાઈ ગઈ હતી.ત્યારે શાળાના નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકીને જો તું ના પાડીશ તો તારા ફોટો હોસ્ટેલમાં મોકલી આપવાની ધમકી પણ આપવામાં આવી હતી.જેથી બાળકીએ હોસ્ટેલની મેડમ સાથે વાત કરવાનું કહેતા શાળાના સ્ટાફ દ્વારા વાત કરવા દેવાયા ન હતી. જેથી બાળકી હોસ્ટેલ જતી રહી હતી.
જ્યાં જઈને શાળાના વોર્ડનને જાણ કરતા વોર્ડન દ્વારા બાળકીના વાલીને જાણ કરીને બાળકીના વાલીએ છોટાઉદેપુર પોલીસ મથકે નરાધમ શિક્ષક સંજય પારેખ સામે છેડતી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી શિક્ષકને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુરની શાળાના શિક્ષક દ્વારા અગાઉ પણ બે વખત આવી રીતે છેડતી કરવામાં આવી હોવાનું બાળકીએ જણાવ્યું હતું પરંતુ બે વખત માફ કરી દિધો હતો. પરંતુ આ શિક્ષક દ્વારા ત્રીજી વખત છેડતી કરતા બાળકીએ પોતાની હોસ્ટેલના  વોર્ડન અને પોતાના પરિવારને જાણ કરીને ફરિયાદ દાખલ કરાવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર