Gujarat

મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલા પર થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાતિગત સંવેદન શિલતા પર કાર્યક્રમ યોજાયો

મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલા પર થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણીમાં જાતિગત સંવેદન શિલતા અંતર્ગત કવાંટ તાલુકાના સમલવાંટ બાલિકા વિદ્યાલય ખાતે  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
 કાર્યક્રમમાં પીબીએસસી કાઉન્સેલર દ્વારા પીબીએસસી તેમજ ઓસીએસની માહિતી,મહિલા બાળ અધિકારી ચાલતી યોજના તેમજ જાતિ ગત સંવેદન શિલતા વિશેની માહિતી ડીસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા આપવામાં આવી હતી. સાથે પોલીસ સ્ટાફ દ્વારા ગુડ ટચ બેડ ટચ અંગે સમજણ અને ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ દ્વારા માહિતી આપી હતી.
 કાર્યક્રમમાં હેઠળ વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીઠ ૧,૧૦,૦૦૦ના મંજૂરી  હુકુમ તેમજ દીકરી વધામણા કીટ આપવામાં આવી હ્તી. જેમાં  વ્હાલી દીકરી યોજનાની ૪,૪૦,૦૦૦ની સહાય આપવામાં આવી હતી. 
             આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, ૧૮૧ની ટીમ,પીબીએસસીના કર્મચારી, સી ટીમ, શાળાના શિક્ષકો, મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર