Gujarat

છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામ ખાતે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર તાલુકાના વસેડી ગામ ખાતે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રી હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના જિલ્લા મિશન કો ઓર્ડીનેટર દ્વારા મહિલા સ્વાવલંબન યોજનાની તેમજ સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી.
જેમાં ૧૮ થી ૬૫ વર્ષની વય મર્યાદા ધરાવતી કોઈ પણ મહિલાને કૌશલ્ય આધારે રોજગારી મેળવી શકે છે.
તે માટે બેન્ક લોન થકી મળી રહેતી સહાય છોટાઉદેપુર જિલ્લાના મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓને તેમના કૌશલ્યના આધારે બ્યુટી પાર્લર, દરજીકામ ભરતગુંથણ ,મોતીકામ, દૂધની બનાવટની તમામ આઈટમો જેવા ૩૦૭ જેટલા વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
જેમા સહાયની સબસીડી મળી રહે છે આ યોજનાનો લાભ લેવા માટે  નિયત નમૂના અનુસાર ફોર્મ મેળવીને બે નકલ માં ફોર્મ ભરી મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર ખાતે મોકલી આપવાનું રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર