છોટાઉદેપુર ખાતે આવેલી એક શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની કિશોરી સાથે શાળાનાજ શિક્ષક સંજય પારેખ દ્વારા શારીરિક હડપલા કરી ધાકધમકી આપવામાં આવી હતી. જે ઘટના સમગ્ર પંથકમાં પ્રકાશિત થતા ભારે ચકચાર મચી ગયો હતો. અને શિક્ષકની છબીને લાંછન લાગે તેવુ કૃત્ય કરતા શિક્ષકની પોલ બહાર આવતા સર્વે શિક્ષકોને પણ શરમ અનુભવી પડે તેવો કિસ્સો બન્યો હતો. આ સંદર્ભ કિશોરીના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર દ્વારા આ શિક્ષક સામે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. બનેલી ઘટના સંદર્ભે શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરની એક શાળામાં ગત રોજ શરમજનક ઘટના પ્રકાશમાં આવી હતી. શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષની બાળકી સાથે શાળામાં ફરજ બજાવતા કલાસ ટીચર સંજયભાઈ પારેખ દ્વારા શારીરિક હડપલા કર્યા હોય અને ધાકધમકી આપી હોય જે બાબતે શાળાના શિક્ષક સામે પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે. અને યોગ્ય ન્યાય મળે તે માટે માંગ કરી છે. સમગ્ર ઘટના બનતા સમગ્ર છોટાઉદેપુર શિક્ષક જગતમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુર ખાતે આવેલ એક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીર વયની કિશોરી સાથે વર્ગખંડના શિક્ષક સંજયભાઈ પારેખે શારીરિક હડપલા કર્યા હતા અને અયોગ્ય માંગણી કરી હતી. તને પૈસા આપીશ તેવી વાત કરતા ભોગ બનનાર સગીરાએ ના પાડી હતી જેથી શિક્ષકે ભોગ બનનાર નો હાથ પકડી શારીરિક અડપલાં કર્યા હતા. અને ધમકી આપી હતી કે તું આ વાત તારા ઘરે કરીશ તો તારા ફોટા હોસ્ટેલમાં મોકલી આપીશ તેવી ધમકી આપી ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી જે બાબતેની પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જે બાબતે પોલીસે ભારતીય ન્યાય સહિતા કલમ 75 (1), 351 (1), પોકસો એક્ટની કલમ 8 તથા એટ્રોસીટી એક્ટ કલમ 3 (1) (W) (1) ,3(2)(5-એ) મુજબ ગુનો દાખલ કરી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પોલીસે પણ આ શિક્ષકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

