ચેમ્પિયન્સ ટ્રોફી પર પાકિસ્તાનનું બદલાયું વલણ
ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કર્યા બાદથી હાઈબ્રિડ મોડલ પર ટૂર્નામેન્ટનું આયોજન
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ને લઈને પાકિસ્તાનનું વલણ નબળું પડી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યો ત્યારથી ટૂર્નામેન્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મ્ઝ્રઝ્રૈં અને ૈંઝ્રઝ્રની હાઈબ્રિડ મોડલની માંગને ફગાવીને ટૂર્નામેન્ટને સંપૂર્ણપણે પોતાના ઘરમાં જ આયોજિત કરવાની માંગ પર અડગ છે, પરંતુ હવે ચારે બાજુથી અલગ થઈ ગયા બાદ તે તેના પર સહમત થઈ રહ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઇબ્રિડ મોડલ માટે તૈયાર છે અને તેણે ૈંઝ્રઝ્રને પણ આ વાત જણાવી છે, પરંતુ તેણે આવું કરવા માટે એક શરત રાખી છે કે તે આગામી ૭ વર્ષ સુધી ચાલશે. છેલ્લા ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા અને નક્કર ઉકેલ શોધવા માટે ૈંઝ્રઝ્રએ શુક્રવારે ૨૯ નવેમ્બરે તેના બોર્ડની વર્ચ્યુઅલ બેઠક બોલાવી હતી. જાે કે, આ મીટિંગ લાંબી ચાલી નહીં અને માત્ર ૧૦-૧૫ મિનિટમાં જ પૂરી થઈ ગઈ.
આ બેઠકમાં ૈંઝ્રઝ્ર દ્વારા ફરી એકવાર હાઈબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને ઁઝ્રમ્ના વડા મોહસિન નકવીએ નકારી કાઢ્યો હતો અને ફરી એકવાર સમગ્ર ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં આયોજિત કરવાની માંગ કરવામાં આવી હતી. જેના કારણે બેઠક અને ર્નિણય આગામી ૨૪ થી ૪૮ કલાક માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે શનિવાર, ૩૦ નવેમ્બરના રોજ, સમાચાર એજન્સી ઁ્ૈંએ પાકિસ્તાની બોર્ડના સૂત્રોના હવાલાથી માહિતી આપી છે કે ઁઝ્રમ્ હાઈબ્રિડ મોડલના પ્રસ્તાવ માટે સંમત થઈ ગયું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માત્ર હાઈબ્રિડ મોડલ જ નહીં પરંતુ ઁઝ્રમ્ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમવા માટે રાજી થઈ ગયું છે, પરંતુ પાકિસ્તાને આ માટે એક શરત પણ મૂકી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઁઝ્રમ્એ ૈંઝ્રઝ્રને તેની સ્થિતિ વિશે જાણ કરી છે, જે અંતર્ગત આગામી ૭ વર્ષ એટલે કે ૨૦૩૧ સુધી યોજાનારી દરેક ટૂર્નામેન્ટમાં સમાન મોડલ અપનાવવામાં આવશે.
વાસ્તવમાં ઁઝ્રમ્ની આ માંગ ભારતમાં યોજાનારી ઈવેન્ટને લઈને છે. ૈંઝ્રઝ્રએ ૨૦૩૧ સુધી દર વર્ષે એક મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો ર્નિણય લીધો છે. આ અંતર્ગત ૨૦૨૬માં ભારત અને શ્રીલંકામાં ્૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૯માં ભારતમાં રમાશે. આ પછી ભારત અને બાંગ્લાદેશે ૨૦૩૧માં ર્ંડ્ઢૈં વર્લ્ડ કપની યજમાની કરવાની છે. ઁઝ્રમ્ ઈચ્છે છે કે આ ટૂર્નામેન્ટમાં પણ આવું જ મોડલ અજમાવવામાં આવે.
એટલે કે પાકિસ્તાની બોર્ડની શરત છે કે તેઓ પોતાની ટીમને કોઈપણ ટૂર્નામેન્ટ માટે ભારત નહીં મોકલે. જાે કે, એ સ્પષ્ટ નથી કે આ મોડલ માત્ર પુરૂષ ક્રિકેટ પુરતું મર્યાદિત રહેશે કે પછી મહિલા ક્રિકેટ અને જુનિયર ક્રિકેટમાં પણ તેને લાગુ કરવાની માંગ છે. તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૈંઝ્રઝ્રએ ઁઝ્રમ્ને હાઈબ્રિડ મોડલ સ્વીકારવાની ચેતવણી પણ આપી હતી, અન્યથા તેમની પાસેથી હોસ્ટિંગ અધિકારો સંપૂર્ણપણે છીનવી શકાય છે. હવે બધાની નજર તેમના પર છે, કે શું ૈંઝ્રઝ્ર અને મ્ઝ્રઝ્રૈં આ નવા દાવપેચ બાદ ઁઝ્રમ્ની આ શરત સ્વીકારશે કે નહીં. જ્યાં સુધી ્૨૦ વર્લ્ડ કપ અને ર્ંડ્ઢૈં વર્લ્ડ કપની વાત છે તો આ કોઈ મોટી સમસ્યા નહીં હોય, કારણ કે ભારત સિવાય શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ આ બે ટૂર્નામેન્ટના યજમાન છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સામેની મેચ અને ભારત-પાકિસ્તાનની મેચ પણ આ દેશોમાં યોજાઈ શકે છે.
સવાલ માત્ર ૨૦૨૯ની ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને જ રહેશે, જે સંપૂર્ણપણે ભારતમાં યોજાશે. દરમિયાન, ઁઝ્રમ્ના વડા નકવીએ શનિવારે દુબઈમાં અમીરાત ક્રિકેટ બોર્ડના વડા મુબાશિર ઉસ્માની સાથે મુલાકાત કરીને હાઈબ્રિડ મોડલને અનુસરવાના પાકિસ્તાનના દાવાને પણ મજબૂતી મળી છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દરમિયાન નકવીએ ઉસ્માનીને ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ વિશે માહિતી આપી હતી અને હાઈબ્રિડ મોડલ વિશે પણ ચર્ચા કરી હતી, જે દર્શાવે છે કે ઁઝ્રમ્ હવે તેના માટે તૈયાર છે.

