તારીખ.૨૯.૧૧.૨૦૨૪ ના રોજ એક બહેન પાવડી એસ.આર.પી ગ્રુપ ખાતે બિન વારસી હાલતમાં જોવા મળતા ત્યાંના એસ.આર.પી ઓફિસર દ્વારા સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે અને ઘર પરિવાર મળી રહે તે હેતુથી “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મહિલાને મૂકવામાં આવ્યા હતા.જેમાં મહિલાને સાંત્વના આપી મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પંકજ પટેલના માર્ગદર્શન હેઠળ “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા અરજદાર બહેનની શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે તબીબી સારવાર અર્થે રાત્રે ૦૩:૧૦ એ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે લઇ જવામાં આવ્યા.જેમાં ઝાયડસ હોસ્પિટલના ડોક્ટર દ્વારા તેમનું ચેકઅપ કરતા તેઓને તાત્કાલિક ધોરણે એડમિટ કરવાની જરૂર જણાવતા અરજદાર મહિલાને ઝાયડસ હોસ્પિટલ ખાતે એડમિટ કર્યા.ત્યારબાદ તેમનો પરિવાર શોધવા માટેના પ્રયત્નો કર્યા.જેમાં ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંધ્યાબેન ભુરીયા ને જાણ કરી તેમને દરેક ગ્રુપોમાં મહિલાની માહિતી મોકલવામાં આવી હતી.
સતત પ્રયત્ન થી પરિવારને અરજદાર બહેન ની માહિતી મળતા તેમનો પરિવાર આજરોજ તારીખ.૦૧.૧૨.૨૦૨૪ ના રોજ મહિલાને લેવા માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે આવ્યા.સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાને પરિવાર સાથે અરજદાર બહેનનું પુનઃ મિલન કરાવવામાં સફળ રહ્યા છીએ અને અરજદાર બહેન ના પરિવાર જનો એ ઝાયડસ હોસ્પિટલ તેમજ “સખી”વન સ્ટોપ સેન્ટર નો આભાર વ્યક્ત કરેલ છે.
પંકજ પંડિત

