છોટાઉદેપુર જિલ્લાની સરકારી,ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચતર શાળાઓના વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સિટીની વિનામૂલ્યે પ્રવાસનું આયોજન ચાલી રહ્યું છે.,ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં દરેક શાળાના ૫૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકને વિનામૂલ્યે ગુજરાત સાયન્સ સીટી લઇ જવાશે.ગુજકોસ્ટ ,વિજ્ઞાન અને પ્રધ્યોગિક વિભાગ તાજેતરમાં એક પરિપત્ર જાહેર કર્યો છે.

જેમાં સમગ્ર રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સીટી નો વિના મુલ્યે પ્રવાસ કરાવાશે.જિલ્લામાં આ પ્રવાસનું આયોજન ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા કરવામા આવી રહ્યું છે. આ પ્રવાસમાં શાળા દીઠ એક એસ .ટી નિગમની બસ થકી પ્રવાસ કરવામાં આવે છે..જેમાં શાળાના ૫૦ વિદ્યાર્થી /શિક્ષક નો સમાવેશ કરવામાં આવશે.બસ ભાડું ગુજકોસ્ટ દ્વારા આપવામાં આવે છે.

જયારે સાયન્સ સીટી ખાતે તમામ એન્ટ્રી ફી સાયન્સ સીટી દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.મંગળવારથી શુક્રવાર દરમ્યાન રોજની ૦૨ બસ એસ.ટી નિગમ દ્વારા ફાળવામાં આવે છે.અત્યાર સુધીમાં જિલ્લાની મહત્તમ શાળાઓ ભાગ લઇ ચુકી છે.આ પ્રવાસના આયોજનને સફળ બનાવવામાં એસ.ટી નિગમ,જિલ્લા શિક્ષણાધિકારી,જિલ્લા કો-ઓર્ડીનેટર તેમજ સ્ટાફ મિત્રો સહભાગી બન્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર