Gujarat

જેતપુરના ગ્રાહકને ફોલ્ટ વાળું બાઈક ધાબડી દીધાની ફરિયાદ

ગોંડલ સ્થિત હોન્ડાની એજન્સીના સંચાલકનો ઉડાવ જવાબ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ 
જેતપુર ના ગ્રાહક દ્વારા તમામ કાયદાકીય રીતે હોન્ડા કંપની અને તેમની એજન્સીના સંચાલક સામે લડી લેવાની તૈયારી
જેતપુરના યુવાનને ગોંડલના એક હોન્ડાના શોરૂમના માલિકે ફોલ્ટવાળું હોન્ડા પકડાવી દીધા બાદ આ બાબતે યોગ્ય કરવાને બદલે મતલબ કે લાજવાને બદલે ગાઝેલા ગોંડલના યોગી હોન્ડા શોરૂમના માલિકે હોન્ડા ખરીદનારને તમારે જ્યાં જાવું હોય ત્યાં જાઓ અને ફરિયાદ કરવી હોય ત્યાં કરો હોન્ડામાં ફોલ્ટ રિપેર થશે, પરંતુ બાઈક બદલાશે નહીં તેવી ચીમકી ભરેલા શબ્દોનો જવાબ આપતા હવે જેતપુરના યુવાન દ્વારા આ બાબતે કાયદાકીય રીતે લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તે બાબતે ગતિવિધિઓ પણ ચાલુ કરી દેવાઈ છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગોંડલની યોગી  હોન્ડા એજન્સીના માલિકની ગ્રાહક સાથે દાદાગીરી બહાર આવી છે.
જેતપુરના રહીશ ભવદીપ જીતેન્દ્રભાઈ ખસિયા નામના યુવાને આજથી એકાદ માસ પહેલા હોન્ડા બાઈકની ગોંડલમાં આવેલ યોગી હોન્ડા નામની એજન્સીમાંથી હોન્ડા સાઇનની ખરીદી કરી હતી.
ખરીદ કર્યાના બીજા જ  દિવસથી  આ બાઇકના એન્જિનમાંથી  ઓઇલ ટપકવા લાગતા  ભવદીપે એજન્સીનો સંપર્ક કરતા એજન્સીના ઓનરે જેતપુરમાં અમરનગર રોડ પર આવેલ ખોડલધામ ગેરેજ/એજન્સીમાં હોન્ડાને મૂકવાનું જણાવેલ અને કહેલ કે ત્યાં તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે.
જેથી ત્યાં હોન્ડા બાઇકને મુકેલ બીજે દિવસે તેઓએ જણાવેલ કે તમારું હોન્ડા બાઇક કમ્પ્લીટ થઈ ગયું છે જેથી ત્યારથી લઈને ઘરે પહોંચતા ફરી પાછું ઓઇલ ટપકવા લાગેલ. ખરેખર તો હોન્ડા કંપનીના માન્યતા પ્રાપ્ત સર્વિસ સ્ટેશનમાં જ તેનું રીપેરીંગ થવું જોઈએ પરંતુ અહીં ગ્રાહકને કોઈ પ્રાઇવેટ ગેરેજમાં મોકલી દેવામાં આવેલ.  ફરીવાર યોગી એજન્સીમાં કોલ કરી હોન્ડા બાઇકનું યોગ્ય રીપેરીંગ થયેલ નથી તેવું જણાવતા તેઓએ આ હોન્ડાને ગોંડલ મૂકી જવા જણાવતા ભવદીપભાઈ આ હોન્ડાને ગોંડલ યોગી હોન્ડામાં મૂકી આવેલ.
આમ છતાં નવું ખરીદ કરેલ સાઈન હોન્ડાના એન્જિનમાંથી ઓઇલ ટપકવાનું બંધ ન થતા ભવદીપભાઈએ યોગી હોન્ડા એજન્સીના માલિકને આ  ફોલ્ટ વાળું હોન્ડા બાઇક બદલી આપવા જણાવેલ ત્યારે યોગી હોન્ડાના ઓનરે ખુલ્લા શબ્દોમાં કહી દીધેલ કે તમારે જ્યાં જવું હોય અથવા તો જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકો છો આ હોન્ડાનો ફોલ્ટ અમે રીપેર કરી શકીએ  પણ બદલી નહીં આપીએ.
કોઈ પણ વ્યક્તિ જ્યારે નવું વાહન ખરીદતો હોય ત્યારે પાંચ સાત વર્ષ ગેરેજના દર્શન ન કરવા પડે તેવો પણ એનો આશય હોય છે. જ્યારે યોગી હોન્ડાના ઓનરના આ જવાબ બિલકુલ વાજબી ના કહેવાય. આ બાબતે ભૌતિકભાઈએ હોન્ડા  કંપનીના કસ્ટમર કેરમાં ફોન દ્વારા યોગી હોન્ડા એજન્સીના ઓનર સામે ફરિયાદ નોંધાવેલ છે.
માત્ર બે દિવસમાં જ બાઈકમાં ફોલ્ટ કેવી રીતે થાય ?
અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર બે દિવસમાં જ ખરીદેલી બાઈકમાં એન્જિનમાં ફોલ્ટ થઈ જતા આ બાબતે અનેક પ્રશ્નો સર્જાય છે કે કંપનીમાંથી ખરીદેલી બાઈકમાં આવી રીતે ફોલ્ટ કેવી રીતે સંભવ હોઈ શકે ? શું કંપનીમાં આ બાઈક બની ત્યારે આવો ફોલ્ટ કંપનીના કારીગરોના ધ્યાને આવ્યો નહીં હોય ??
ગ્રાહકને ઉડાવ જવાબ આપનાર એજન્સી સંચાલક સામે પગલા ભરાશે કે નહીં ?
ગ્રાહકને ફોલ્ટ વાળી બાઈક મળી છે ત્યારે તેમની ફરિયાદમાં એજન્સી માલિક આવા ઉડાવ જવાબ આપે તે વ્યાજબી કહેવાય ?  બાઈકની  મુખ્ય કંપની હોન્ડા દ્વારા તેમના ગોંડલ સ્થિત એજન્સી સંચાલક સામે કોઈપણ પ્રકારના પગલા ભરાશે કે નહીં ?
કાયદાકીય ગતિવિધિઓ પૂરજોશમાં 
હાલ તો ગ્રાહક દ્વારા ગ્રાહક સુરક્ષા કોર્ટ ઉપરાંત લાગતા વળગતા તમામ કાયદાના નિષ્ણાંતોની સલાહ લઈને તેમને મળેલ ફોલ્ટવાળા બાઈકની વાતમાં ન્યાય મેળવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધર્યા છે અને ટૂંક દિવસોમાં જ હોન્ડા કંપનીને એજન્સીના સંચાલકને કાયદાકી નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું બાઈક ખરીદનાર ભવદીપભાઈ જણાવે છે.