ખ્યાતિ મોતકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો અમદાવાદમાં ખ્યાતિ મોતકાંડમાં PMJAY નો લાભ લેવા દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલાતી અને ખોટા રિપોર્ટ બતાવી PMJAY માંથી મંજૂરી મેળવતા હોવાનો ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલમાં મોતની સર્જરી કરવામાં આવતી હતી.
ખ્યાતિ હોસ્પિટલ PMJAY નો લાભ લેવા માટે દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલતા હતા.PMJAY ના ૮ કલાકમાં ૧૦૦થી વધુ દર્દીની ફાઈલને મંજૂરી આપવામાં આવે ખ્યાતિ મોતકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો અમદાવાદમાં ખ્યાતિ મોતકાંડમાંPMJAY નો લાભ લેવા દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલાતી અને ખોટા રિપોર્ટ બતાવીPMJAY માંથી મંજૂરી મેળવતા હોવાનો ખુલાસો થયો છે.
ખ્યાતિ હોસ્પિટલમાં મોતની સર્જરી કરવામાં આવતી હતી. ખ્યાતિ હોસ્પિટલPMJAY નો લાભ લેવા માટે દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલતા હતા. PMJAY ના ૮ કલાકમાં ૧૦૦થી વધુ દર્દીની ફાઈલને મંજૂરી આપવામાં આવે છે. ખોટા મેડિકલ રિપોર્ટના આધારે PMJAY માંથી મંજૂરી મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે.
PMJAY યોજના હેઠળ ૨૦૨૨થી અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં ૩૫૦૦થી વધુ ઓપરેશન થયા હોવાનો ખુલાસો થયો છે.PMJAY દ્વારા ૧૬ કરોડથી વધુ રકમ ખ્યાતિ હોસ્પિટલને ચૂકવવામા આવી છે. દર્દીઓના ઓપરેશન થયા બાદ પણ આરોગ્ય વિભાગ પાસે હોસ્પિટલમાં રહેલા દર્દીઓની સારવાર અંગેની સત્તા હોવા છતાં નિંદ્રાધીન કેમ રહી તેવા દર્દીઓના પરિવારજનો સવાલ ઉઠાવી રહ્યા છે.
ખ્યાતિ હોસ્પિટલ વારંવાર ઈમરજન્સી મંજુરી મેળવતા હોવા છતા આરોગ્ય વિભાગે તપાસ કેમ ન કરી તે એક જનતાનો સવાલ છે. ડોક્ટરો માત્ર મંજુરી આપે છે, પરંતુ તપાસ કેમ નહી કરી તેનો કોઈ જવાબ હાલ મળી રહ્યો નથી. વારંવાર મંજૂરી મેળવતા હોવા છતાં તંત્ર નિંદ્રાધીન રહ્યું તેવું જાેવા મળી રહ્યું છે.

