બાંટવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગમી નગરપાલિકા ચૂંટણી અંતર્ગત બાંટવામાં શ્રી લાડી લોહાણા સિંધી પંચાયતની વાડી ખાતે આગામી નગરપાલિકા ચૂંટણી અંતર્ગત કૌશલ્ય ટ્રેનિંગ શિબિર યોજાઈ હતી જેમાં પ્રોજેક્ટર દ્વારા લાઈવ પ્રસારણ કરી માર્ગદર્શન અપાયું હતું આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપરા તેમજ જૂનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જશુબેન બારડ, કો.ઓર્ડીનેટર ક્રિષ્નાબેન પટેલ, PCC સેક્રેટરી કાંતિલાલ બાવરવા, બાંટવા નગરપાલિકા પ્રભારી હીરાભાઈ રામ અને અભયભાઈ હીરાભાઈ જોટવા, બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી અને પક્ષના હોદ્દેદારો કાર્યકર ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

