Gujarat

રાજકોટ શહેરમાં આવેલ કોટક સ્કુલમાં હોમીયોપેથી સારવારનો સેમીનાર યોજાયો

આ હોમિયોપેથી સારવારની સવિસ્તર સમજ આપતા કેમ્પમાં ડો. અમી પાંધી દ્વારા વિદ્યાર્થીનીઓને હઠીલા દર્દોની સવિસ્તર સમજ પણ આપવામાં આવી હતી
રાજકોટના મોટી ટાંકી ચોક વિસ્તારમાં આવેલી રાજકોટ કેળવણી મંડળ સંચાલિત કોટક સ્કુલમાં રાજકોટના  હોમિયોપેથિક ડો. અમી પાંધીનો હોમિયોપેથી સારવાર વિશે સવિસ્તાર માહિતી આપતો સેમિનાર તા. ૩૦- ૧૧-૨૪ ને શનિવારના રોજ સ્કૂલના સભાગૃહમાં યોજાયેલ.આ સેમિનારમાં રાજકોટના  હોમિયોપેથિક ડો. અમી પાંધીએ પ્રોજેક્ટર દ્વારા સચિત્ર હોમિયોપેથિક સારવારની શોધ થઇ ત્યારથી અત્યાર સુધીમાં તેના દ્વારા જુના, હઠીલા રોગોમાં દર્દીઓને કાયમી ધોરણે પીડામાંથી મુક્તિ આપવા સુધીની હોમિયોપેથી સારવાર પદ્ધતિ વિશે સવિસ્તાર માહિતી આપી હતી આ સેમિનાર દરમિયાન કોટક સ્કુલની વિદ્યાર્થીનીઓએ પણ જુના, હઠીલા રોગો વિશે વાર્તાલાપ દ્વારા માહિતી મેળવી હતી આ સેમિનાર દરમિયાન કોટક સ્કુલના ટ્રસ્ટી માનનીય મુરબ્બી વીણાબેન પાંધી અને પ્રિન્સિપાલ  માલા મેડમ દ્વારા વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતાં જોવા મળે છે
અને એના ફળસ્વરૂપ જ તેમનો આ સેમિનાર સંદર્ભે અનન્ય સહકાર પ્રાપ્ત થયો હતો. ડો. અમી પાંધી તેમના હરિહર ચોક ખાતે સ્ટાર ચેમ્બરમાં આવેલા અમી’સ્ હોમીયોપેથી ક્લિનિક ઉપર મો.નં.૭૮૭ ૪૪૪૪૧૬૧ ઉપર અપોઈમેન્ટ લઇ મળી શકે છે.
ડો. અમી પાંધીનો વિગતે પરિચય આપીએ તો તેણી મૂળ સાવરકુંડલાના અકિલા સાંધ્ય દૈનિકના પત્રકાર અને અખબારી એજન્ટ દીપકભાઈ પાંધીની સુપુત્રી છે. તેણી બાળપણથી ખૂબ અભ્યાસુ અને જિજ્ઞાસુ હોય તેણીની અભ્યાસ કારકિર્દી દરમિયાન પણ ખૂબ સંશોધક સ્વભાવ ધરાવે છે. વિશેષમાં વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત અહીની હોમિયોપેથી હોસ્પિટલમાં અનેક દર્દીઓના હઠીલા દર્દોની સફળ સારવાર કરી હાલ રાજકોટ ખાતે પોતાનું હોમિયોપેથી કલીનીક ખાતે તેમજ ઓનલાઈન પણ અનેક હઠીલા દર્દીઓને માર્ગદર્શન અને સારવાર આપી સ્વસ્થ કરતાં જોવા મળે છે.
બિપીન પાંધી