Gujarat

લોધીકા તાલુકા નાં પારડી ગામે બાબા સાહેબ ચોક માં પેવર બ્લોકનાં કામનું ખાતમુર્હત કરાયું 

તારીખ 6/12/2024 બાબાસાહેબ આંબેડકરના મહાપરી નિર્વાણ દિવસ ના અનુસંધાને રાજકોટ જિલ્લા ના લોધીકા તાલુકાના પારડી 2 શીતળા મંદિર વિસ્તારમાં આવેલા બાબાસાહેબ ના ચોક ખાતે બાબાસાહેબ ને ફૂલહાર કરી તેમજ સરકાર શ્રીની યોજના માં થી બાબાસાહેબ ના ચોકમાં પેવર બ્લોક નાં કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં તમામ હોદ્દેદારો તથા આગેવાનો સહીત બહેનો એ હાજરી આપી હતી આ તકે લોધીકા અનુ. જાતિ. મોરચાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ખીમસુરિયા તથા જિલ્લા પંચાયત રાજકોટ ન્યાય સમિતિ ના ચેરમેન મોહનભાઈ દાફડા, મુકેશભાઈ કમાણી, વિપુલભાઈ મોરડ, મોહનભાઈ ખૂંટ, પ્રકાશભાઈ પરમાર, ગ્રામપંચાયત સરપંચ શ્રી, ઉપર સરપંચ તેમજ તમામ હોદ્દેદારો તથા આગેવાનો સહીત નાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ