Gujarat

રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ અંતર્ગત મોડેલ ફાર્મની મુલાકાત લેતા ખેડૂતો

પ્રાકૃ્તિક કૃષિના પાંચ આયામોની માહિતી આપતા –મુકેશભાઈ
રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના માણકા ગામના પ્રગતિશિલ  ખેડૂત શ્રી.મુકેશભાઈ ચમાયડાભાઈ રાઠવાના મોડેલ ફાર્મની ખેડૂતોએ મુકાલાત લીધી હતી. જેમાં મુકેશભાઈએ ખેડૂતોને બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્યાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર કેવી રીતે બનાવવા તથા ખેતરમાં વાવણી સમયે તેમજ પાક પર જીવાત આવતા તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે માહિતી લોકબોલીમાં આપી હતી.
જેથી સ્થાનિકોને સમજવામાં સરળતા રહે. આત્મા યોજનામાંથી બ્લોક ટેકનોલોજી મેનેજર સંજયભાઈ રાઠવા અને મુકેશભાઈએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આયામોની વિગતવાર માહિતી આપી હતી. દરેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ કરવા પહેલ કરવા જણાવ્યું હતું. શ્રીમુકેશભાઈને ખેડૂતેઓ પ્રાકૃતિક કૃષિ લગતા પ્રશ્નનો પુછયા હતા જેમના તેમણે સંતોષકાર ઉત્તર આપ્યા હતા. ૩ વર્ષથી વધુ સમયથી પ્રાકૃતિક કૃષિ કરતા મુકેશભાઈને મોડેલ ફાર્મને જોઇ ખેડૂતોને નવાય લાગી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર