Gujarat

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ૧૦૦ યુનિટ બ્લડ સ્ટોરેજ એડીશનલ મધર બેન્કનો પ્રારંભ

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સગર્ભા/મહિલા તેમજ સીકલસેલના દર્દીઓ તથા નવ જાત શિશુઓને બ્લડ મળી રહેશે-  અનિલ ધામેલિયા
છોટાઉદેપુરના નાગરિકોને રેડ ક્રોસ સોસાયટીના સભ્ય બનવા આહવાન કરતા-જિલ્લા કલેકટર
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ૮૭ નાગરિકોએ રકતદાન શિબિરમાં રક્તદાન કર્યું.
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય શાખા,જનરલ હોસ્પિટલ, છોટાઉદેપુર અને રેડક્રોસ વડોદરા દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લા રેડ ક્રોસ સોસાયટી વિશે માહિતી આપતા જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે. હાલ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવતા દર્દીને હોસ્પિટલમાંથી જ બ્લડ મળી રહે તે હેતુથી વડોદરા રેડ ક્રોસ બ્લડ બેન્ક સાથે એડીશનલ મધર બેન્ક તરીકે ટાઇઅપ કરવામાં આવ્યું છે. સાથે સાથે રેડ ક્રોસ સદસ્યાતા માટેની ડ્રાઇવ પણ શરૂ કરવામાં આવી છે. રેડક્રોસ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓની રૂપરેખા આપતા તેમણે કહ્યું હતું કે, ડીઝાજસ્ટર સમયેની કામગીરી, વિવિધ સ્થળો પર રકતદાન શિબિરનું આયોજન કરી બ્લડ કલેકટ કરવાની કામગીરી કરે છે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રક્તની જરૂરીયાને ધ્યાનમાં રાખીને શક્ય હોય તેટલી ઝડપથી રોડ ક્રોસ સોસાયટીની સ્થાપના થાય તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે.
વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી હાલના વડોદરાનું બ્લડ સ્ટોરેજ યુનિટ તાત્કાલીક મંજૂર કરવામાં આવ્યું છે. તેમની સાથે બ્લડ કલેકટ સેન્ટર પણ ચાલુ થવા જઇ રહ્યું છે. સાથે સાથે પ્રયત્ન એવો હશે કે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવતા સગર્ભા/મહિલા તેમજ સીકલસેલના દર્દીઓ તથા નવ જાત શિશુઓને બ્લડના અભાવે રીફર કરવામાં આવતા હોય છે. આ દર્દીઓને રીફર કરવા ન પડે તે માટે સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરીને અહીં જ રકતનું સ્ટોરેજ થાય. જ્યા સુધી રોડ ક્રોસ બ્લડ બેંક ચાલુ ન થાય ત્યા સુધી આ વ્યવસ્થા જાળવી રાખીશું. સતત સમયાંતરે રકતદાન શિબિરનું આયોજન કરતા રહીશું. જેથી ક્રિટીકીલ દર્દીઓને બ્લડની વ્યવસ્થા અહીં મળી રહેશે.
આ પ્રસંગે જિલ્લા કલકેટરએ છોટાઉદેપુરના નાગરિકોને રેડ ક્રોસ સોસાયટીના સભ્ય બનવા તથા રેડક્રોસની વિવિધ પ્રવૃત્તિમાં નાગરિકો પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું.
રકતદાન શિબિરમાં જિલ્લા કલકેટર અનિલ ધામેલિયા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ,પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સહીત કુલ ૮૭ નાગરિકોએ રકતદાન કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર