Gujarat

સાવરકુંડલા તાલુકાના જીરા ગામે આયુષ્યમાન વયવંદના કાર્ડનો કેમ્પ યોજાયો. જીરા, સિમરણ, બોરાળા, ભમોદ્રા, ઓળીયા, કરજાળા, ચરખડિયા સહિતના ગામોના વડીલોએ આયુષ્યમાન વયવંદના કાર્ડ કઢાવ્યા

સાવરકુંડલા તાલુકાના જીરા ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીરા ખાતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અધ્યક્ષ સ્થાને આયુષ્યમાન વયવંદના કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો હતો આકેમ્પમાં જીરા ઉપરાંત આસપાસના સિમરણ, બોરાળા, ભમોદ્રા, ઓળીયા, કરજાળા, ચરખડિયા સહિત આસપાસના ગામોના વડીલોએ લાભ લીધો હતો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત વય વંદના કાર્ડની સુવિધા શરૂ કરીછે આકાર્ડ હેઠળ નાગરિકોને પાંચ લાખ સુધીની નિઃશુલ્ક સારવારનું સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત સાવરકુંડલા તાલુકાના જીરા ગામનાં પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના તમામ વરિષ્ઠ નાગરિકોને કાર્ડ વિનામૂલ્યે ઘર આંગણે કાઢી આપવામાં આવ્યા હતા આતકે લલીતભાઇ બાલઘા, ધર્મેશભાઇ ચોડવડીયા, રમેશભાઇ શેખડા, તાલુકા હેલ્થ ઓફીસર ડો.મીના, વિઠલભાઇ ચોડવડીયા, છગનભાઇ દેસાઇ, પો૫ટભાઇ સાવજ, ભીખાભાઇ વાવડીયા, જયેશભાઇ મહેતા વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા