સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અમરેલી જિલ્લા બેઝબોલ એસોશિયેશન દ્વારા આયોજિત ૩૪મી ગુજરાત સ્ટેટ એસોસિયેશન સબ જુનિયર, જુનિયર, સિનિયર ભાઈઓ અને બહેનોની બેઝબોલ ટુર્નામેન્ટનો આજરોજ તારીખ ૭ મી ડિસેમ્બરના રોજ બપોરે ૧૨-૩૦ કલાકે પ્રારંભ થયો આ પ્રસંગે સાવરકુંડલા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા, પી. ડી. મીયાણી – વ્યાયામ સંઘ પ્રમુખ, અમરેલી, મહામંત્રી બિપીનભાઈ રાઠોડ, શ્રીમતી પુનમબેન કુમકીયા – જીલ્લા રમતગમત અધિકારી અમરેલી, સાવરકુંડલા ગુરૂકૂળના કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામી તથા શુકદેજી સ્વામી મેહુલભાઈ ત્રિવેદી-પ્રમુખ નગરપાલિકા સાવરકુંડલા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, રાજેશભાઇ નાગ્રેચા, દિપકભાઈ વાળા – ગુરુકુળ કોચ, દિગ્વિજય સિંહ – કોચ, ગિરીશભાઇ વ્યાસ, હરેશભાઈ મહેતા, દીપેશભાઈ પંડ્યા, ભિખેશભાઈ ભટ્ટ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં આ ટુર્નામેન્ટનો શુભારંભ થયો.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના વડા પ પૂ. ભગવતપ્રસાદ દાસજી સ્વામી તથા સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીએ ઉપસ્થિત તમામને સફળતા માટે શુભાશિષ પાઠવ્યા હતા. આ ટુર્નામેન્ટ પ્રસંગે આપને જણાવી દઇએ કે બેઝબોલ રમતગમત ક્ષેત્રે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ખેલાડીઓ ખૂબ સક્રિય રીતે ભાગ લઈને રાજ્ય કક્ષાએ ભાગ લેતાં જોવા મળે છે. તાજેતરમાં જ સાવરકુંડલાના અંડર -૧૨ બેઝબોલ ટુર્નામેન્ટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના પરમ ચુડાસમાએ જાપાન ખાતે પણ આ રમતગમત ભાગ લીધો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા

