છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરિક્ષકો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે ઈચ્છતા ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નિરિક્ષકો ફોર્મ સ્વીકારતા પહેલા ઉમેદવાર 40 વર્ષથી વધારે ઉંમરનો છે. કે નહીં તેના માટે આધારકાર્ડ જોઈને ફોર્મ સ્વીકારવામાં આવે છે.
ભાજપના કાર્યકરો સાથે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા માંથી ભાજપના કાર્યકરો તાલુકા પ્રમુખ બનવા માટે ફોર્મ ભર્યા હતા. પ્રદેશ નિરિક્ષકોની ટીમ છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે બે દિવસ કામગીરી કરશે. આ કામગીરીમાં નિઝરના ધારાસભ્ય અને ચૂંટણી અધિકારી ડો.જયરામ ભાઈ ગામિત તેમજ ચૂંટણી સહ અધિકારી રાજેશભાઈ વડેલી અને મેહુલભાઈ પટેલ ચૂંટણી અધિકારી સહાયક તરીકે કામગીરી કરશે. જ્યારે હાલ તો નવા નિયમ મુજબ 40 વર્ષથી વધારે હોય તે પ્રમુખ પદની ઉમેદવારી કરે નહીં આ નિયમથી યુવાનોમાં ભારે ઉત્સાહ છે. હાલ ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

