Gujarat

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કરવામાં આવેલ ૩૩૨ મો વિનામુલ્યે નેત્ર કેમ્પ યોજાયો

સાવરકુંડલામાં આવેલ ધાર્મિક, સામાજીક અને શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કે જેના સંતોનું એક જીવન સૂત્ર છે કે  ‘ જનસેવા એજ પ્રભુસેવા ‘  નાં આર્દશ મંત્ર સાથે તારીખ. ૬-૧૨-૨૪  શુક્રવાર.  ( દર માસના પ્રથમ શુક્રવાર ) ૩૩૨મો વિનામુલ્યે મહાનેત્રયજ્ઞ નેત્રમણી સાથે યોજવામાં આવેલ જેમાં કુલ ૯૫ દર્દીઓએ સામેલ હતા જે પૈકી ૧૬ દર્દીઓને નેત્રમણીની આવશ્યકતા હતી જે દર્દીઓને વિરનગર મુકામે મોકલી આપવામાં આવેલ બાકીના તમામ દર્દીઓને આંખ નાં ટીપા, ટ્યૂબ તથા બેતાલાના ચશ્માં આપવામાં આવેલ.
આ મહાનેત્ર યજ્ઞમાં મુખ્ય દાતાશ્રી મુંબઈ નિવાસી પારેખ ચેરીટેબલ ટ્રસ્ટનાં સ્વ. જયંતીલાલ કેશવજીભાઇ પારેખ તેમજ સ્વ. મનુભાઈ કેશવજીભાઇ પારેખ. હસ્તે.  ભરતભાઈ, ગૌત્તંમભાઈ અને  જયેશભાઈ હાજર રહ્યા હતા.
 
સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદ દાસજીસ્વામી સાથે પારેખ ચેરીટેબલ ટ્રસ્ટનાં દાતાશ્રી દ્વારા દીપ પ્રાગટય કરી નેત્ર કેમ્પ શરૂ કરવામાં આવેલ. આ કાર્ય માટે સંસ્થાના પ્રમુખ શ્રી હરિપ્રસાદ દાસજી સ્વામી,કોઠારી સ્વામી શ્રી અક્ષર મુક્ત સ્વામી, શુકદેવજી સ્વામીનાં માર્ગદર્શન હેઠળ કરવામા આવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા