Gujarat

સાવરકુંડલા શહેરમાં સંત શ્રી આપાલાખાની ૨૪૪મી જન્મજયંતીની ભારે ઉમંગ ઉત્સાહ સાથે ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શહેરમાં આજરોજ સંત શ્રી આપા લાખાની ૨૪૪ મી જન્મજયંતીની સમગ્ર ભાવિકો દ્વારા ભારે આસ્થા, ઉમંગ અને ઉત્સાહ  સાથે ઉજવણી કરવામાં આવી. આજરોજ પ્રાતઃ કાળે મંગળા આરતી, સમાધિ પૂજા ધ્વજારોહણ વગેરે ધાર્મિક વિધિઓ ભારે ઉમંગ અને આસ્થા સાથે કરવામાં આવેલ. ત્યારબાદ સમગ્ર ભકતગણ તથા સંતશ્રી આપાલાખાની જગ્યાના મહંતશ્રી નાનજીભગત સમેત તમામ ભકતગણોએ સુંદર વસ્ત્રો પરિધાન કરીને સંત શ્રી આપાલાખાની જગ્યાએ થી ભારે ધામધૂમથી સામૈયા સાથે ભ્રમણ કરી સંતશ્રીના જયકાર સાથે નીકળી ધન્યતા અનુભવી હતી.
આ સાથે સાંજે સાત વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું તેમજ રાત્રે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.. સંતશ્રી આપાલાખાના અનેક પરચાંઓને વાગોળતાં વાગોળતાં  સાવરકુંડલા શહેર ખાતે સંતશ્રી આપાલાખાની ૨૪૪ મી જન્મજયંતી સમગ્ર સેવકગણ માટે એક યાદગાર દિવસ બની રહેશે..આજરોજ સંતશ્રી આપાલાખાના ચરણોમાં કોટિ કોટિ વંદન સાથે એક યાદગાર સુવર્ણ દિવસ તરીકે તમામ ભકતગણોના હ્રદયમાં અંકિત થઈ ગયો.
બિપીન પાંધી સાવરકુંડલા