Gujarat

ભારતીય સેનામાંથી વયનિવૃત્ત જવાનનો જસદણમાં  સત્કાર સમારંભ યોજાયો

દેશ સેવા માટે આગેવાનો, પરિવારજનોએ આપી શુભકામના

જસદણનાં દર્શન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ગ્રુપનાં નરેન્દ્રભાઈ શિવરામભાઈ તેરૈયાનાં જમાઇરાજ શ્રી ભાવેશકુમાર વિનોદરાય આર્યાય (બામટા) તા. ૬/૧૨/૨૦૨૪ ને શુક્રવાર ના રોજ ઇન્ડીયન આર્મીમાંથી ભારતમાતાની સેવા પુર્ણ થતા નિવૃત તથા હોઈ તેમનો સત્કાર સમારંભ જસદણ ખાતે યોજાયો હતો.  શ્રી ભાવેશકુમાર ઉના તાલુકાના ઉંદરી ગામના વતની છે.

આ પ્રસંગે જસદણના અગ્રણી અને રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ એમ. ચાવે શ્રી ભાવેશકુમારની દેશ સેવાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતાં. તો પરિવારજનો સર્વશ્રી શ્રી નરેન્દ્રભાઈ શિવરામભાઈ તેરૈયા, શ્રી જીતેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ તેરૈયા, શ્રી દર્શનકુમાર જીતેન્દ્રભાઈ તેરૈયા તેરૈયા પરિવાર રાયપર, શ્રી સુરેશભાઈ લાભશંકરભાઈ જોષી, ભગત પાન ગ્રુપે પણ દેશ માટે શ્રી ભાવેશકુમારે બજાવેલી સેવાને બિરદાવી તેમને નિવૃતિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે રાજગોર અગ્રણી મીડિયા રિપોર્ટ ઉપેન્દ્રભાઈ તેરૈયા અને પ્રવીણભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.