Gujarat

અંકલેશ્વરની નવીનગરીમાં મકાનમાં આગ લાગતા દોડધામ, શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં આવેલ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં આવેલ પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં એક મકાન આવેલું છે. આ મકાનમાં આજરોજ સવારના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાયટરોએ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગના બનાવમાં ઘરવખરી બળીને ખાક થઈ ગઇ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી.