Gujarat

108 એમ્બ્યુલન્સના ઓપરેશન હેડ સતીશ પટેલે પાલનપુરની મુલાકાત લઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા

ગુજરાત રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની સેવા અવિરત ચાલી રહી છે, અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં 30 જેટલી એમ્બ્યુલન્સ દોડી રહી છે. જેના ઓપરેશન હેડ દ્વારા આજે પાલનપુરની મુલાકાત લેવામાં આવી હતી, અને 108 ના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી તેઓની કામગીરીની વિગતો મેળવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં 108ની એમ્બ્યુલન્સના ઓપરેશન હેડ સતીશ પટેલ, કે જેઓ આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની મુલાકાતે આવી પહોંચ્યા હતા, અને તેઓએ પાલનપુર શહેર અને જિલ્લામાં દોડતી 30 જેટલી 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરીને તેઓની કામગીરી વિશેની માહિતી મેળવી હતી, સાથો સાથ તેઓ દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, અને તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં કોઈ પણ પ્રકારના તહેવારોમાં રજા રાખ્યા વિના 108 ની ટીમ ખડે પગે રહે છે, અને દર્દીઓને તાત્કાલિક સારવાર પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ બને છે. બનાસકાંઠા જિલ્લાની જનતાને જ્યારે પણ જરૂર પડે ત્યારે 108 નંબરની એમ્બ્યુલન્સ ની મદદ લેવા સતીશ પટેલ દ્વારા અનુરોધ કરાયો છે.